________________
એટલે ખાસ જવા આવવાની ટિકિટ મોકલાવી દેતી. તે સૌને પણ હવાફેર જેવું થતું. અને અમારી સાથે આનંદથી રહેતાં. ત્યારે હું પણ હળવા દિલથી કોઈ શોક સંતાપની વાત કર્યા વગર આનંદથી તેમની સાથે સમય ગાળતી અને ભોજન વિગેરે પણ સૌ સાથે મળીને વિવિધ પ્રકારનાં બનાવતાં. ઉનાળામાં કેરીનો રસ અને આઇસક્રીમ જેવા પ્રકારો પણ થતા. બાળકોને સૌને આનંદ આવતો. સૌ હળવાશ અનુભવતાં. જોકે મારે ઘણી વસ્તુઓ વર્જ્ય હતી.
તે દરમ્યાન મને વિચાર આવ્યો કે બહેનને બાળકોને ઉછેરવાની, શિક્ષણ આપવાની ઘણી જ અગવડ છે. તેથી તેમની બે દીકરીઓને મુંબઈ ભણવા લાવી. વળી રસોઇયાએ જેમ બીજા શેઠ ન કર્યા તેમ મેં બીજો રસોઇયો ન રાખ્યો. અને આ દીકરીઓની મદદથી રસોઈ કરી લેતા.
આ દિવસો દરમ્યાન પૂ. પંડિતજી પાસે અભ્યાસ કરતા મિત્ર દંપતીએ મુંબઈથી અમદાવાદ સ્થળાંતર કર્યું. આગળ જણાવ્યું તેમ કેટલાક મિત્રો પૈકી એ દંપતી લગભગ રોજ સાંજે આવતાં. ધર્મચર્ચા કરતા. દિવસે કરેલા અભ્યાસનું પુનરાવર્તન કરતાં. એટલે દિવસે અને સાંજે કંઈક પ્રસન્નતા રહેતી. બાળકોને પણ એમનો સહવાસ ગમતો. આ વાત કંઈ મોટી ન હતી. પણ ડૂબતાને તણખલાની કિંમત લાગે તેમ મારે અને બાળકોને ઉત્તમ સહવાસની ખોટ ઊભી થઈ.
નિર્મળાબહેન અને ભરતભાઈ ખૂબ સાત્ત્વિક ધર્મજિજ્ઞાસુ, સજ્જન અને પ્રેમાળ. આવા દંપતીની હૂંફ પણ જવાની હતી. છતાં વળી તેઓએ એક મિત્રનો પરિચય કરાવ્યો. તે પન્નાલાલભાઈ મોદી હતા. તેમણે સંસાર માંડ્યો ન હતો. ગાંધીજીની જીવનશૈલવાળા હતા. આમ એક પછી એક સન્મિત્રોના અંકોડા ગોઠવાતા હતા. પન્નાલાલભાઈની પ્રેરણાથી પૂ. કેદારનાથજીનો સમાગમ થયો. યોગાનુયોગ તે ગાંધીબાપુની વિચારધારાવાળા હતા. તે પૂ. કેદારનાથજીના સાંનિધ્યમાં સાધના કરતા. તેમની સાથે જવાનું રાખ્યું.
પૂ. નાથજીનો બોધ વ્યવહારશુદ્ધિનો હતો. મોજશોખની અત્યંત ગૌણતા હતી. એમાં મને બહુ તકલીફ ન પડી. જોકે હવે અંશે વ્યાપારી અને વ્યવહારિક કાર્યોની જવાબદારી હતી. એમાં કોઈ વાર સ્વાર્થવશ ભયાધીન માયાથી અસત્ય વચનની ક્ષતિ થાય તેવો સંભવ હતો. સ્વાર્થવશ થોડી ક્ષતિઓ થઈ પણ ખરી. છતાં પૂ. નાથજીના બોધની અસરથી જાગૃત રહેતી. જેવું અશુભ ઉદયમાં હતું, તેવો પુણ્યયોગ પણ હતો. તેથી
વિભાગ-૫
૧૧૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org