________________
મારે ત્યાં રહેતાં મારાં ભત્રીજી જયાબહેનને કારણે મને તેમનો પરિચય થયો.
શ્રી પરમાનંદભાઈ સુધારકવાદી હતા, તેમની વિદ્વત્તાનો સુધારક ક્ષેત્રે ઠીક ઉપયોગ કરતા. તેમણે બાળદીક્ષા વિરોધી કમિટીની સ્થાપના પૂ. પં. શ્રી સુખલાલજીના પ્રમુખપણા નીચે કરી હતી. જ્યાં જ્યાં એવી દીક્ષાઓ થતી ત્યાં તેઓ વિરોધ નોંધવતા. વળી તેમણે જૈન સમાજમાં સાધુજનો દ્વારા ચાલતાં વ્યાખ્યાનોને રૂઢિ પરંપરા માની વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી. જેમાં વિવિધ પ્રકારના વ્યાખ્યાતાઓને બોલાવતા અને અનેક વિષયોનાં પ્રવચનો ગોઠવતા, જે લોકભોગ્ય થતાં.
વળી આ સંસ્થા દ્વારા “પ્રબુદ્ધ જીવન” મુખપત્ર પણ પ્રસિદ્ધ થતું હતું જેમાં તેઓએ સેવા આપી હતી. જે આજ સુધી અસ્તિત્વમાં છે. તે ઉપરાંત આ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ વિકસતી રહી છે.
તેઓની નજર હંમેશાં મુંબઈ નગરમાં પધારતા વિદ્વજનો તરફ રહેતી. તેઓને આદરપૂર્વક મળવું, ચર્ચા-વિચારણા કરવી, વિદ્વાનોનાં પ્રવચનો ગોઠવવાં. આ તેમનો વ્યવસાય કહો કે વ્યસન કહો પણ તેમાં ચૂકતા નહિ. વળી વિદ્વતજનો પરમાનંદભાઈનો આદર રાખતા. અપેક્ષાએ તેમણે જૈન સમાજની ઘણી સેવાઓ કરી છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિનું દૂરથી દર્શન-શ્રવણ :
પૂ. પરમાનંદભાઈ સુધારકવાદી વિદ્વાન હતા. પરંપરાગત ચાલતા પ્રવાહમાં ન હતા. તેઓને વિદ્વાનોનો બહોળો સંપર્ક હતો. એક વાર મને તેમની સાથે શ્રી જે. કૃષ્ણમૂર્તિના પ્રવચનમાં લઈ ગયા. મેં કહ્યું કે મને અંગ્રેજી એક શબ્દ પણ નહિ સમજાય. છતાં કહે : ચાલો આનંદ થશે.
કોઈ હૉલમાં પ્રવચન હતું. સૌ પ્રથમ મને એ ગમ્યું કે વક્તાના આવતા પહેલાં શિસ્તબદ્ધ બેઠક, સોય પડે ને સંભળાય તેવી શાંતિ, સૌના મનમાં વક્તા પ્રત્યેનો આ આદર હતો.
સેંકડો વર્ષો થયાં. આપણે ઉપાશ્રયમાં આવું કેમ કરી શકતા નથી? આપણે કદાચ ઘોંઘાટને ઉમંગ કે ઉત્સવ માનતા હોઈશું?
આ વાતાવરણમાં મને લાગ્યું કે સંતપ્ત મન પણ શાંત થઈ જાય. વક્તા પ્રવચન ન આપે તો પણ જીવ ઠરીને બેસી શકે. પૂ. દીદીની સભાઓ લગભગ આ પ્રકારની થતી.
સમયસર શ્રી કૃષ્ણમૂર્તિ પધાર્યા. તેમનું સપ્રમાણ શરીરસૌષ્ઠવ, સાદાં વસ્ત્રો, કોઈ આડંબર નહિ. પ્રસન્ન મુખમુદ્રા, તેજસ્વી ચક્ષુ જેમાંથી ઝરતું વિભાગ-૫
૧૧૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org