________________
આતુરતાથી જોતા. તેમની સાથે અમારી સાંજ આનંદમાં જતી. અમે વળી અભ્યાસ વિષે ચર્ચાવિચારણ કરતા.
પંડિતજીએ આપણને જે દિશા બતાવી છે તેવી સમજથી ધર્મ ક૨વો જોઈએ. અંતરમાં સંસારનાં સુખની રુચિ છે અને બાહ્યક્રિયાઓ કરીએ તો છાણ પર લીંપણ જેવું છે. માટે આપણે અહંકાર અને મમત્વ ત્યજવાં જોઈએ. વળી કંઈ આપત્તિ આવે છે તે કર્મનો હિસાબ ચૂકવવા આવે છે. તેને વધુ અશુભ તરફ ન લઈ જાવ. મનને ભગવાનના માર્ગબોધથી દૃઢ કરો તો અશુભકર્મ હળવું બનશે. મનની અસર તન પર પડી :
પૂ. પંડિતજીના પરિચયથી હળવાશ લાગતી પરંતુ મન પર દુઃખનો બોજ હતો. વિરહાગ્નિથી મન સંતપ્ત હતું. મનની આ દશાની અસર શરીર પર પણ પડી. ત્રણચાર માસમાં લગભગ ૬૦ પૌંડ વજન ઊતરી ગયું. ૧૫૦ ૫૨થી ૯૦ પૌંડ થયું. એટલે બીમારીઓ પણ વધી. પ્રેશર ઘટી જાય. સંગ્રહણી થઈ. પેટમાં કૃમિ પેદા થયા. કિડનીમાં કંઈ તકલીફ થઈ. અનિદ્રાનો રોગ લાગુ પડ્યો. સૌને મારું શરીર, સાદાઈ, ઉદાસીનતા જોઈને સહાનુભૂતિ થતી. હું કહેતી મને હવે એ બધું ગમતું નથી માટે કોઈએ સંતાપ ના કરવો અને મને કંઈ પહેરવાનો કે ખાવાનો આગ્રહ ન કરવો.
મને કામે લઈ જતાં સરલાબહેન ત્યાં કામે લઈ જવા આવતાં તેમણે જોયું કે મારું શરીર તો ઘસાઈ રહ્યું છે. વજન ૧૫૦ પરથી ઊતરી ૯૦ જેવું થઈ ગયું હતું. તેઓ ખૂબ દુ:ખી થયાં. તેઓ ખૂબ પ્રેમાળ અને પરોપકારી હતાં. મને ડૉ. ભણશાળીને ત્યાં લઈ ગયા. જેઓને તેઓની છેલ્લી ઘડીએ વિઝિટ માટે બોલાવ્યા હતા. તેઓ ઓ૨ડામાં આવ્યા ને તેઓએ છેલ્લો શ્વાસ મૂકયો. આટલો જ તેમનો પરિચય. મને તપાસી કહે, “તારો ભાઈ છું. હું કહું તેમ તારે કરવાનું છે. મારે તને મરવા દેવી નથી. બાળકો માટે પણ તારે જીવવાનું છે.”
મેં કહ્યું : તમારી વાત સાચી. પણ મને જીવનમાં કંઈ રસ નથી. બાળકો વહાલાં છે. જાણું છું હું જ મા અને હું જ પિતા છું પણ મારો એક એક દિવસ પહાડ જેવો જાય છે. જ્ઞાનીઓ જીવનની પળને લાખની કહે છે જ્યારે તે સમયે મારી તો અવળી દશા આ હતી. ખૂબ રડી. ડૉ. સાહેબે ખૂબ સ્નેહથી સમજાવી. ઔષધ વિ. આપ્યા. ફી તો નાં જ લીધી. જોકે તેમની લાગણી સહિત દવાથી ઠીક થવા લાગ્યું. અને ખરેખર બાળકો વિભાગ-૫
૧૧૦
મારી મંગલયાત્રા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org