________________
ટકી શકીશ કે નહિ. આવા કંઈ તુક્કાઓ સગાંઓ લગાવતા. વળી તેઓ એકાએક અવસાન પામ્યા એટલે વીલ જેવું કંઈ નહિ. એટલે સૌને થાય કે અમને કંઈ મળવું જોઈએ. આથી સૌએ ખોટું લગાડીને મુંબઈ આવી સહાનુભૂતિથી સાથે રહી ખાસ સાથ ન આપ્યો. એવું લગતું.
મુંબઈમાં તેઓના વખતના અમરચંદકાકા વડીલ જેમનો નિઃસ્વાર્થ સંબંધ લગભગ ત્રણ પેઢીનો હતો. તેઓ કહેતા હું જીવું ત્યાં સુધી તને અમદાવાદ જવા ન દઉં. આ બધા તને સુખેથી જીવવા નહીં દે. તારું શું ને બદલે અમારું શું ? તેમાં તું કેવી રીતે જીવીશ ?
તે સમયના સંઘર્ષો શમાવતા મારા મનને અને મારાં સ્વજનોને ઘણી તકલીફ પડી. વળી એટલાં આંસુ સાર્યા હતાં કે હવે જાણે રડવું આવતું ન હતું.
તેઓના અવસાન પછી અલંકાર તો ઊતર્યા પરંતુ વસ્ત્રોમાં પણ અત્યંત સાદાઈ સ્વીકારી. તેમાં વળી ગાંધીજીના આંદોલનની અસર અને તેમાં સૂર્યકાંત પરીખ જેવા મિત્રોના સંપર્કે ખાદી પહેરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ત્રણેક જોડ કપડાં ખરીદ્યાં પછી તો સૂર્યકાંતે હાથ-રેંટિયો આપ્યો એટલે કાંતવાનું શરૂ કર્યું. તેમાં વળી વિચાર થયો કે જેટલું કંતાય તેટલાં જ વસ્ત્રો રાખવાં. હાથ-રેટિયામાં બે જ જોડ કપડાં થાય તેટલું કિંતાતું હતું. એ પ્રમાણે સાતેક વર્ષ ચાલ્યું ખાસ્સાં જાડાં કપડાં થતાં. એ પહેરીને સગાંઓને મળવાનું થતું તેઓએ અગાઉ મને અદ્યતન પ્રકારે વસ્ત્રાલંકારમાં જોયેલી તેથી દુઃખી થતા. હું કહેતી મેં તો આ આદર્શ લીધો છે, તેનો મને આનંદ છે.
લગ્ન જેવા પ્રસંગે જતી જ નહિ. હું કહેતી કે તમારી બહેન સાધ્વી હોય તો શું કરો ! એ ન આવે તો ચાલેને ! એમ તમારે સમજવું. દુઃખ લગાડવું નહિ.
શોકથી અત્યંત ઘેરાઈ ગયેલી, જ્યાં સુધી આંતરિક સમજ પેદા ન થાય ત્યાં સુધી બહારના આશ્વાસન શું કરે ? મોહનો, સંસારસુખનો પ્રભાવ આવો ઘેરો હોય તે સમજવાનું ગજું પણ નહિ. સૌની ફરજ પ્રમાણે સગાંઓ આવતાં અને વિદાય થતાં. અમદાવાદના તેઓના બાળપણના મિત્ર રમણભાઈ અને વસુબહેન રહ્યાં હતાં, સાત્ત્વિક અને નિઃસ્વાર્થ ભાવવાળાં. મારા દુઃખે દુઃખી થતાં હતાં તેઓ બાળકો મૂકીને આવ્યાં હતાં પરંતુ મારી દશા જોઈ તેઓ અમદાવાદ જવાનું ઉચ્ચારી શકતાં ન હતાં. છેવટે તેમનું જવાનું નક્કી થયું. વિભાગ-૫
મારી મંગલયાત્રા
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org