________________
શ્રી નિર્મળાબહેન અને ભરતભાઈ સાથે અભ્યાસનો યોગ :
આ દંપતી સાત્ત્વિક અને ધર્મવૃત્તિવાળા હતાં. સંસારમાં છતાં અલ્પ આરંભ અને સાદાઈથી રહેતાં હતાં. આથી ધંધાર્થે વધુ સમય ગાળતા નહિ. વળી તેઓ પંડિતજી રાખીને કર્મગ્રંથનો અભ્યાસ કરતાં હતાં. યોગાનુયોગ રમણભાઈને વિચાર આવ્યો કે હું તેમની સાથે અભ્યાસ કરું. મને પણ એ વાત રિચ ગઈ.
આમ તો હું ઘરની બહાર નીકળતી ન હતી. પરંતુ એમ કરતાં જ છ માસ પૂર્ણ થયા. ભરતભાઈ અને નિર્મળાબહેન અવારનવાર ઘરે આવતાં આથી મને તેમને ત્યાં જવાના ભાવ થયા. મેં જવાનું શરૂ કર્યું.
પૂ. પંડિતજી પાનાચંદ સરળ સ્વભાવી અને સાધુજીવન જેવા હતા. તેમની પદ્ધતિ બાહ્યક્રિયાની સાથે ભાવશુદ્ધિની વિશેષતાવાળી હતી. તેઓ કહેતા કે પ્રતિક્રમણ કરી કયા પાપથી પાછા વળ્યા ? પાપ શું છે તે જાણો છો ? વિભાવ માત્ર પાપ છે. પરમાત્માની પૂજા શા માટે કરો છો ? પૂજા ક૨તાં આત્માનો મહિમા વિચારો છો ?
જીવને કર્મના બંધનની ખબર નથી તો મુક્તિનો બોધ કેમ થશે ? અંતરશુદ્ધિ તે મોક્ષનો માર્ગ છે. તેનાં સાધનો સમ્યગ્દર્શનાદિ છે. અનાદિકાળનાં બાંધેલાં કર્મો સમય પાક્તાં ઉદયમાં આવે ત્યારે જીવને સુખના રાગમાં વિવશ બનાવે છે, દુઃખમાં મુંઝવે છે. તેથી પુનઃ નવાં કર્મ બંધાય છે. પૂર્વનાં કર્મ ઉદયમાં આવે જ, ત્યારે જીવને આત્મબોધ હોય તો જ પુનઃ કર્મ ન બંધાય. તે માટે આ કર્મગ્રંથનો અભ્યાસ ક૨વાનો છે. આતમને ઓળખ્યા વગર આ સંસારનો ક્ષય શક્ય નથી.
આવા બોધનો નોટમાં ઉતારો કરતી. આ જીવનું મન શોકથી ગ્રસ્ત હતું. પંડિતજીનું શિક્ષણ મને ખૂબ ઉપયોગી હતું. કર્મનો હિસાબ એવો સ્પષ્ટ સમજાવતા, પણ મોહે અજ્ઞાનનું ગોદરેજનું તાળું એવું માર્યું હતું કે તેમનો બોધ મૂળ સુધી ન પહોંચ્યો. એટલો સમય, જીવન હળવું લાગતું વળી એક સમસ્યા બની જતું.
કેવળ જ્યારે ‘‘હું’ના કેન્દ્રસ્થાને રહેતી ત્યારે મને લાગતું આ સંસાર કેવાં દુ:ખથી ભરેલો છે. અને ધર્મ-અનુષ્ઠાનમાં બેસતી ત્યારે લાગતું કે આ રીતે કર્મ ખપતા જશે માટે અભ્યાસ કર. ભરતભાઈ-નિર્મળાબહેન તદન કૌટુંબિક ભાવે ભળ્યા હતા, સાથે ધર્મમૈત્રી પણ સાત્ત્વિકરૂપે વિકસતી હતી. અતુલ-દક્ષાને તેઓ ખૂબ વહાલ આપતા. સાંજ પડે અમારા સૌને માટે સૂકા રણમાં તેઓ મીઠી વીરડી જેવા હતા. તેમની રાહ અમે ત્રણે
મારી મંગલયાત્રા
૧૦૯
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org