________________
પ્રત્યેના પ્રેમથી મારે જીવવું હતું. તેવી જિજીવિષા ખરી. મારે બાળકોને વાત્સલ્યથી રાખવાં હતાં.
વળી મારું મન માને કે ન માને-મારે વાસ્તવિક્તા પર આવવાનું હતું. ઘ૨, બહાર, વ્યાપાર ક્ષેત્ર સર્વ સ્થળે મારે માથે કાર્ય ઊભું હતું.
- અમદાવાદની પેઢી અમારા પિતરાઈ જેઠ (મેનેજર તરીકે) ખૂબ પ્રામાણિક અને નીતિથી સંભાળતા. તે તેઓની જેમ સાહસથી નવો વ્યાપાર ન કરે એટલે ખાસ આવક ન થાય. મુંબઈના મકાનના ભાડા પર નભી જતું કારણ કે નોકરો ઓછા થયા. જીવન સાદાઈવાળું હતું. ત્રણ ગાડીમાંથી એક ગાડી રાખી. પાર્ટ ટાઇમ ડ્રાઇવર હતો. વળી મેં જાતે ગાડી ચલાવવાનું શીખી લીધું. આ સર્વ જવાબદારી પણ મુશ્કેલીવાળી હતી. સરલાબહેનના સદ્ભાવ અને આગ્રહથી મેં ચંદનવાડીનું સેવાકાર્ય શરૂ કર્યું. દુઃખ તો સતીઓને કેવાં પડ્યાં હતાં તેમાં મારું તો બિંદુ જેવું છેઃ
તેઓની હયાતીમાં સાડી, કપડાં, દાગીના, શાકભાજી કે બાળકોની વસ્તુઓ લેવા જવાનું તેમાં પણ એકલા તો બન્યું જ ન હતું. જરૂર પહેલાં વસ્તુઓ ઘરમાં આવી જતી. હવે એ પણ મારા માટે આકરું હતું. બેંકમાં કોઈ વાર ગઈ જ ન હતી. એક મિત્રની સહાયથી તે શીખી લીધું તો પણ બેંકમાં જતાં તો જાણે કેવો ગભરાટ થતો ! સંસારના વ્યવહાર પણ ગજબની માયાજાળ જેવા છે. એ બધું ગમતું નહિ પણ કરતી થઈ. મોટર તો હતી પણ ડ્રાઈવર ન હતો. બસમાં જવા તો ટેવાયેલી નહિ. તે પણ બન્યું.
એકવાર એક વડીલ બસ સ્ટેન્ડે મળ્યા. ગળગળા થઈ ગયા. ઘણા વર્ષે સુકલકડી કાયામાં, તદન સાદાઈભર્યા પહેરવેશમાં અને તે પણ બસ અને ઊભેલી ! તેમણે આંસુ સાથે મનની વ્યથા વ્યક્ત કરી. ઓહ, એક વર્ષમાં આવું બન્યું છે ! મને કોઈને આવું લાગે તેનું દુઃખ ન થતું. બસમાં જવાનું પણ દુઃખ ન થતું. મારો બધો વળ એક છેડે આવતો કે તેઓની હયાતી નથી. પૂ. શ્રી પરમાનંદભાઈનો પરિચય :
ભાવનગરના તે કાળના ઉત્તમ શ્રાવક અને વિદ્વાન કુંવરજી કાપડિયાના સુપુત્ર પરમાનંદ કાપડિયા સ્વબળે મુંબઈમાં આર્થિક ક્ષેત્રે ઠીક, પણ વિદ્વત્તાના ક્ષેત્રે અગ્રગણ્ય ગણાતા હતા. મુંબઈમાં જૈન યુવક સંઘમાં તેઓએ વર્ષો સુધી સેવાઓ આપી હતી. આજ સુધી સંઘની પ્રવૃત્તિ વિકસતી રહી છે. મારી મંગલયાત્રા
૧૧૧
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org