________________
મહારાજ કહે, ભાભી, ભાઈ તો ખીચડી-છાશથી માંડીને બધું જ પ્રેમથી જમતા, મને જમાડતા પણ આનંદ થતો. પણ મારું મન મોહના શોકથી એટલું બધું પ્રસાયેલું હતું કે મને સમાધાન થતું નહિ. બાળકને પણ જમવા પાસે બેસાડી શકતી નહિ. મહારાજ બાળકોને જમાડી લેતો.
એકાદ વરસમાં બીજું ઘણું બની ગયું. જેમાં તેઓ જમવામાં શોખીન હતા, તેમ મહારાજ રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં ઉત્સાહિત. મારી જમવા પ્રત્યેની અતિ ઉદાસીનતાથી મૂંઝાઈને એક દિવસ જતા રહ્યા. જતાં કહે કે હું બીજા શેઠની નોકરી નહિ કરું, પણ મને અહીં ગમતું નથી. તેણે રોજી માટે અન્ય વ્યવસાય શોધી કાઢ્યો. મને થયું તે કેવો ઘર છોડીને જઈ શક્યો, હું ન ગમે તો પણ ઘરમાં રહું છું !
પછી જૂનો ડ્રાઈવર દેશમાં ગયો ત્યાં કોઈએ અદાવતથી મારી નાખ્યો. બાઈને તેના દેશમાં કામ મળી ગયું. આમ બધા જતા રહ્યા. મેં તે સૌના વગર ચલાવવા માંડ્યું. પાંચછ નોકરને બદલે એક ઘરઘાટી અને એક છૂટક નોકરથી નવ્યું. કારણ હવે કામ પણ શું હોય ! બાળકોની શાળા નજીક હતી. માણસ મૂકી આવતો. આમ વૈભવી કુટુંબમાં એક ઓટ આવી. બધી સામગ્રી તો હતી, પણ તેનો હવે લગાવ ન રહ્યો ! જે થાય તે ઠીક થાય છે. કોઈ દિવસ રસોઈ કરેલી નહિ, પૂરી આવડત નહિ. પ્રારંભમાં બાઈની મદદથી રસોઈ કરતી. પછી બાઈ ગઈ. હું તો જાણે દુ:ખના મેદાને પડી હતી. બીજી બાઈ ન રાખી. મારે વાસ્તવિકતાની ધરતી પર જવાનું હતું :
થોડાં સગાં-સ્વજનો આવેલાં વિદાય થયાં. મારું મન દુઃખગર્ભિત ત્યાગ અને વૈરાગ્ય તરફ જવા લાગ્યું. આમ તો તે જ દિવસે હીરાના, સોનાના દાગીના કીમતી વસ્ત્રાલંકાર શરીર પરથી કાયમ માટે તો કાઢી જ નાંખ્યા હતા. લૂખે સૂકું ખાવું. ક્યાંય બહાર જવું નહિ. ઘરમાં દિલ લાગતું નહિ. બાળકોને ગમતું કરી આપવા પ્રયત્ન કરતી પણ પહેલાં જેવું તો નહિ.
મારે હવે વાસ્તવિકતાઓ વિચારવાની હતી. તેઓના અવસાન પછી મારે અમદાવાદ રહેવા જવું તેવું સગાંઓનું મંતવ્ય. સાસરામાં આમ તો સગાંમાં બે બહેનો, તેમના પતિ અને સાસુ સિવાય તો બધાં પિતરાઈ સગાં હતાં. એ બધાં ભેગાં મળી એક જ સૂર પર આવેલાં, મારે અમદાવાદ જવું જોઈએ. મારી નાની વય, યુવાની, અઢળક સંપત્તિ સંભાળીને રહેવું જોઈએ. તે માટે અમદાવાદ રહેવું યોગ્ય છે. કેમ જાણે હું સદ્દ્યારિત્રમાં મારી મંગલયાત્રા
૧૦૭
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org