________________
થોડા દિવસ થયા સારાભાઈ, રમણભાઈ બધા ભેગા થયા. કબાટ જોયું : ચાંદીનાં વાસણોનો ઢગલો, ૧૦૦ સેટ, ચાંદીની નહાવાની કૂંડી વિગેરે જોઈ વિચારમાં પડ્યા, તેઓ યુવાન હતા, સાત્ત્વિક અને સાદાઈવાળા હતા. વળી વિચાર્યું કે સુનંદાને એકલું રહેવાનું, આવું જોખમ રાખવું બરાબર નહિ. મારે કંઈ લાંબો વિચાર કરવાનો ન હતો.
બીજે દિવસે મિત્રો બધું લઈ ચાંદી બજારમાં વાસણો ગળાવી ૧૯૪૯માં ૩00 કિલોના ૩૦ હજાર લઈ આવ્યા. જોખમ ગયું, નિરાંત થઈ.
થોડા દિવસ થયા એક મિત્ર આવ્યા કે મારે ધંધામાં ખોટ ગઈ છે. તમારે ઘરમાં જોખમ છે. હું તમને વરસમાં આપી દઈશ. મારે તો લાંબો વિચાર કરવાનો ન હતો. મિત્ર સજજન હતા ત્રીસ હજાર રોકડા આપ્યા. પછી શું થયું તે સમજી જજો. લક્ષ્મીજીએ સ્થાન બદલ્યું !
વળી મિત્રોએ સેઈફમાંથી દાગીના જોયા એ પણ ઘણું હતું. મને કંઈ એવો વિચાર કરવાની શક્તિ ન હતી કે બાળકો મોટાં થશે. તેમને કામ લાગશે. તે મિત્રોના કહેવાથી થોડાક દાગીના કાઢી નાંખ્યા. ચાલીસ હજાર આવ્યા.
થોડા દિવસ પછી તેઓના લોખંડના વ્યાપારી મિત્ર આવ્યા. “જુઓ, ભાગીદારોએ તો અતુલનું હિત ના જોયું. હું નવી કંપની કરું છું તેમાં ભાગ રાખીશ. તમે આ રકમ હમણાં આપો તે તમને પાછી મળશે.” જૂના મિત્ર હતા. મેં એ રકમ આપી. પછી કંપની તો કરી જ નહિ. વળી માંડ માંડ થોડી રકમ પાછી આપી.
છેલ્લે મૂંઝાઈને મકાન પણ સસ્તામાં વેચ્યું. જેના એક બ્લૉકની કિંમત એક લાખ થાય તે પૂરા સાત બ્લોકનું મકાન અઢી લાખમાં વેચ્યું. પાઘડી લેવી ન હતી. ત્યાં એક મિત્ર આવ્યા. મેં ફેકટરી કરી છે. તેમાં શેર લો, પછી અતુલ મોટો થશે એટલે ડિરેકટર બનાવશે. એમાં અઢી લાખ આપ્યા. કંપની ચાલી નહિ. હાજર હતા તેમણે પોતાની રકમો લઈ લીધી. અને આ લક્ષ્મીજી તો પગ કરી ગયાં. આમાં મારી અણઆવડત અને લેણદેણ.... કથાના પ્રસંગો જેવું લાગે છે ને ?
મિત્રો સાત્ત્વિક, નિસ્વાર્થી અને સર્જન હતા. હું એકલી, યુવાન, વળી શુષ્ક જીવન એટલે કેટલીક મિત્રપત્નીઓને બહુ આવવું, મળવું રુચતું નહિ. એમ ઘણાનો સંપર્ક છૂટી ગયો. પણ તે સારા માટે થયું. કારણ કે પછી સાત્ત્વિક મિત્રોનો સંપર્ક મળતો રહ્યો. પ્રારંભમાં હું તો ઘરની બહાર જ નીકળતી નહિ. મારી મંગલયાત્રા ૧૦૫
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org