________________
સચવાયાં. એકાદ વરસ પછી કંઈ ખ્યાલ આવતાં બાળકોને અન્યની સોબત કરી આપી લગ્ન જેવા પ્રસંગમાં કે અન્ય સ્થળોએ મોકલતી અને સંતોષ લેતી. પણ એ થીગડા મારવા જેવું હતું. મારી ઊણપ તો ખરી જ.
ખૂબ સુંદર સજાવટવાળી મમ્મીને બદલે તદન ગરીબ કે સાધ્વી જેવી સફેદ ખાદીનાં જાડાં વસ્ત્રોમાં અલંકારહીન જેવી મમ્મીને જોઈને તેમના કુમળા મન પર કંઈ અસર પેદા થઈ હશે તે ત્યારે તો મારા શોકગ્રસ્ત મનમાં કંઈ વિચાર પેદા ન થતો, અને મારો ઉપાય પણ ન હતો. મન દુ:ખગર્ભિત વૈરાગ્યથી ભરાઈ ગયું હતું. તેમાં કોઈ વિચારને અવકાશ ન હતો. હા, બાળકોને જેમ રહેતા તેમ રાખવામાં કાંઈ અગવડ ન હતી. પણ મારું મન સાવ સૂકા રણ જેવું શુષ્ક બની ગયું હતું. માણસો જવાથી ઘર પણ સૂનકાર થઈ ગયું. સ્વજન, મિત્રો, માણસો એક પછી એક વિદાય થયા હતા.
તિથિ પ્રમાણે આ દિવસો શ્રી પર્યુષણના હતા. શ્રાવણ વદ દસમના દિવસે તેઓએ દેહ ત્યજી દીધો. બારસથી પર્યુષણ હતા. શોક, વિરહાગ્નિએ મને એવી ઘેરી લીધી કે મને એ પણ ભાન ન રહ્યું કે આ પર્વાધિરાજ પર્યુષણ કર્મનાશ થવા માટે છે. અને હું તો આર્તધ્યાનથી કર્મને બાંધું છું. મારી આવી અવદશા જોઈને કોઈ મને એ વાત સમજાવવાની હિંમત કરતું નહિ.
મને એ પણ સ્મરણમાં આવતું નહિ કે અમે તો આરાધના કરવાના હતા. ભલે દુઃખ છે પણ ભક્તિ-વાંચન તો કરી શકાયને ? મોહથી મૂંઝાયેલી હું ભગવાનને બદલે તેઓના ફોટા પાસે કલાકો સુધી બેસી રહેતી. આમ દિવસો તો પસાર થતા હતા.
માત્ર સાત દિવસ પહેલાં લાગતું હતું કે સુખના શિખરે છું. અને જાણે વાદળાં વીખરાય તેમ સઘળું વીખરાઈ ગયું. કર્મની વિચિત્રતાની ગહનતા જાણવાનું માનવનું શું ગજું ? પંચર પડેલી ગાડી ગેરેજમાં ધક્કાથી પહોંચે તેમ જીવન કર્મના ધક્કે જિવાતું થયું.
મારે માટે એક મિનિટ એક વરસ જેવી બની ગઈ. ન દેવદર્શન જેવા સ્થાને જવું, ન કોઈ મિત્રને ત્યાં જવું, ન વ્યવહારિક પ્રસંગમાં જવું, ન માનવસેવાના કામે જવું. દરેકને મારો એક જ જવાબ હતો : “હું એકલી ક્યાંય નહિ આવું.”
આ કોઈ ઉપાય ન હતો. જીવન એક બોજ બની ગયું. મિત્રો, સ્વજનો માટે મારું જીવન કરણામય થઈ ગયું. જે ઘડી કે દિવસ પહેલાં મારી મંગલયાત્રા
૧૦૩
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org