________________
કામ ન હતું. કેટલું વાંચું? કેટલાં સામાયિક કરું? બન્ને બાળકો શાળાએ જતાં. તેઓ ઓફિસે જતાં ૧૧ થી ૪ સુધી સમય ખાવા ધાતો.
એક દિવસ મેં કહ્યું, ““મને મુંબઈ ગમતું નથી, અમદાવાદ મારે એકલા રહેવું નથી. મારે ગાંધીજીની હાકલ પ્રમાણે કંઈ કામ કરવું છે. આ સાધનોથી ભરપૂર ઘરમાં મને તો મૂંઝવણ થાય છે. કોઈ ગરીબોનું કામ કરીએ તો આપણું જીવન સફળ થાય. કોઈને સુખ આપીએ, સુખ વધે.”
મારી વય લગભગ ૨૭ વર્ષ જેવી. આ વિચાર થવા એ મારું પુણ્ય હતું. અગર જે ઘરમાં સોનાની થાળીમાં પ્રભુની પૂજા કરવાની, ચાંદીનાં પાત્રોમાં જમવાનું, ચાંદીની કુંડીમાં વાર-તહેવારે નહાવાનું, હીરા-સોનાના સેટ પહેરવાના, મોટા આરસના હૉલમાં અદ્યતન સોફાસેટમાં બેસવાનું, એરકંડિશન રૂમમાં સૂઈ જવાનું, યુવાની દીવાની જેવું હતું. પણ તે જવાની પણ હતી ને ! વળી બન્ને સાથે પ્રતિક્રમણ, સામાયિક, પ્રભુ-પૂજા કરતાં એટલે કંઈ મૂંઝવણનું કારણ ન હતું.
પ્રથમ તેઓને ન સમજાયું કે મને આ સુખમાં મૂંઝવણ કેમ થાય છે ? એની પાછળ મારા મનમાં તો ઘણા વિકલ્પ હતા. આ માટે આપણે થોડાં વર્ષો પાછળ જોવું પડશે. કે ત્યારે શું શું બન્યું અને તેને મારા મન પર કેવા પ્રત્યાઘાતો પડ્યા હતા. પરોપકારની ભાવના સાથે એ પ્રસંગો પણ મારી આ મૂંઝવણનું આંશિક કારણ હતું. મારા પિયર પક્ષની આર્થિક નબળી પરિસ્થિતિનો મનમાં રંજ હતો. કોઈ વાર ઉકેલ સૂઝતો નહિ.
બાપુજી : શેરબજારમાં ધન ગુમાવતા રહ્યા. એ ખોટ પૂરી કરવાનું શક્ય ન હતું. મારી પાસે અઢળક ધન હોય તોય મારી ગુંજાયશ રોજના નિર્વાહમાં સહાય કરવા જેટલી હોય. જો કે તે તો શારદાબાનાં ભાઈબહેન પણ નિભાવતા. સંતાનોને પણ રાખતા. છતાં દરેકની મર્યાદા રહેતી. બાપુજી મારી પાસે વિશેષ અપેક્ષા રાખે તે સ્વાભાવિક હતું. પણ મારી કેટલીક મર્યાદાઓ રહેતી તેથી બાપુજી નારાજ રહેતા.
બહેન : તેમના પતિને નોકરી ન હોય. “તેઓએ' કોઈ જગાએ નોકરીમાં મૂક્યા પરંતુ તેમના ખટપટી સ્વભાવથી ત્યાં ટક્યા નહિ. શેરબજાર જતા, ગુમાવતા, લાવતા એમ કંઈક નભતું હતું. સંતાનપ્રાપ્તિની વૃદ્ધિ થતી રહેતી. તેમને ઘણી મદદ કરવી પડતી. તેથી દુઃખે દુઃખે નભતું હતું. તેથી મને દુઃખ થતું. વિભાગ-૪
મારી મંગલયાત્રા
LE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org