________________
મને સંતોષ ન થયો.
મારે તો ગાંધીજીએ કહ્યું છે તેવું કંઈ કામ કરવું છે. “માનવજીવન કેવળ સુખભોગ માટે નથી.” ગાંધીજી અને ધર્મ પણ આમ કહે છે કે માનવને માટે અવકાશ પરોપકાર કરવો તે કર્તવ્ય છે. તેઓ મારી વાતમાં સંમત થયા. તેમની પ્રકૃતિમાં વિરોધ કરવાનું હતું નહિ તેથી મને સરળતા રહી. સામાજિક ક્ષેત્રે માનવસેવાનું મંડાણ :
સામાજિક સેવાના વિચારોને તેઓએ સહકાર આપ્યો. બીજે દિવસે અમારા વડીલ અમરચંદકાકાના ભાઈને ત્યાં ગયા.
તેમની દીકરી સરલાબહેન, ગાંધીજીના કાર્યક્રમોમાં ભાગ લેતાં, તેમનો મને પરિચય કરાવ્યો. હું તેમની સાથે કામે લાગી. તે બહેન તો ખૂબ ભણેલાં. ચળવળમાં હિંમતપૂર્વક કામ કરેલું. તેમની પાસે હું તો ઘણી અણઆવડત જેવી લાગે. શાળાનું શિક્ષણ અલ્પ. પણ મારે તો કામ કરવું હતું એટલે મને તેનો સંકોચ ન થયો.
તેમણે નક્કી કર્યા મુજબ તેમની સાથે ગઈ. એ હતી ચંદનવાડી ખારવા માછીમારોની ચાલ. ચારેય બાજુ માછલાં સૂકાતાં હોય તેની ગંધ. ઘરોમાં લસણના વઘાર થાય તેની ગંધ, અને તેમના જાજરૂ તો પાણીની અછતે ગંદકીથી ઊભરાય. આમ ગંધની ત્રિવેણી ખરી પણ અપવિત્ર સંગમના આરે મારે કામ કરવાનું હતું, કેમ થશે ?
ઘરમાં એક રજકણનો કચરો ન દેખાય તેવી સ્વચ્છતા, બાથરૂમ તો આરસ કે અદ્યતન રંગબેરંગી ટાઇલ્સનાં. બે વચ્ચે એક જ બાથરૂમ વપરાય, તે પણ બે વાર ધોવાય. કાંદા-લસણ તો જોયેલા જ નહિ. અને આ વાતાવરણમાં બે-ત્રણ કલાક બેસવાનું. આપણું પાણી સાથે લઈ જઈએ તો પણ પીવાની ઇચ્છા ન થાય. છતાં મનમાં એમ હતું કે ગાંધીજીના આદર્શ પ્રમાણે કામ તો કરવું. વળી સરલાબહેન પણ સંપન્ન ઘરના જ હતાં. તે કામ કરે તો મારાથી કેમ ના થાય?
પ્રથમ દિવસે ચાલીમાં ફરી, પ્રૌઢ શિક્ષણનું કામ કરવાનું અને સારા સંસ્કાર મળે તેવી વાતો કરવાની. ચાલીના સૌએ ખૂબ આવકાર આપ્યો. તેમની ઓરડીઓ સ્વચ્છ હતી. પણ તેમના શરીરમાં તેમના આહાર પ્રમાણે ગંધ આવતી ! મનમાં મૂંઝાઈ અને નક્કી કર્યું “હવે કાલે નહિ આવું.” પણ સરલાબહેનને ““ના” ન પાડી શકી રોજે મન “ “ના”'
વિભાગ-૪
૮૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org