________________
વળી સંતાનો સાથે અમારું જીવન પણ સુખરૂપ હતું. અમારી ચર્યા સુંદર રીતે ચાલતી હતી. મકાનમાં બીજા ભાડૂઆત હતા. તેમાં એક કુટુંબ પોતાની સાથે દેરાસર પણ લાવ્યા હતા.
સવારે પાંચ વાગે ઊઠી અમે સામે જ હંગિંગ ગાર્ડનમાં ફરવા જતાં. છ વાગે આવી પ્રતિક્રમણ કે સામાયિક સાથે કરતાં. પછી બાળકોને ઉઠાડી, સાથે નવકારશી કરતાં. સ્નાનાદિથી પરવારી સાથે સેવા-પૂજા કરતાં. રવિવાર હોય તો સાથે દર્શન કરવા જતાં.
૯ થી ૧૦ બાળકોને શિક્ષક ભણાવે અમે વળી કંઈ વાંચન કે સામાયિક કરીએ. પછી તેઓ અને બાળકો જમી લે. તેઓ ઑફિસે જાય, બાળકો શાળાએ જાય. હું ઘરમાં એકલી પડું. નોકર, રસોઇયો અને બાઈ હતાં. એટલે મારે કંઈ કરવાનું નહિ. નોવેલ વાંચું. ધાર્મિક વાંચું... પણ કેટલા કલાક થઈ શકે ? એટલે મૂંઝાતી કે ક્યારે સાંજ પડે ? ચાર વાગે બાળકો આવે; તેઓ છસાત વાગે આવે. વળી પાછો ઉલ્લાસ આવે.
મુંબઈમાં હજી અમને બહુ પરિચય ન હતો એટલે બહાર જવાનું ન હોય પરંતુ અમને બાળકો સાથે ઘરમાં પણ આનંદ હતો. વળી કોઈ વાર બીઝીક પાનાં રમીએ. કોઈ વાર ભાડૂઆત મિત્રો સાથે બેસતાં, બાળકો
ત્યાં રમતાં. ઘરમાં કોઈની કંઈ રોકટોક ન હતી એટલે કંઈ પણ અંતરાય વગર દિવસો સુખચેનમાં પૂરા થતા. પૂ. શ્રી કાનજીસ્વામીનો બોધ : | મુંબઈ અમારા એક ભાગીદાર, કાળીદાસકાકા, સોનગઢના મહાન સંત શ્રી કાનજીસ્વામીના ભક્ત હતા. ઈ.સ. ૧૯૪૯ની શરૂઆતમાં પૂ. સ્વામી મુંબઈ પધાર્યા હતા. કાકા અમને વ્યાખ્યાનમાં લઈ જવા બહુ આગ્રહ કરે. હું શ્વેતાંબર સંપ્રદાયના સાધુ-આચાર્યોના વ્યાખ્યાનની પ્રધાનતા ધરાવતી. તેવા અભ્યાસથી ટેવાયેલી એટલે મને ખાસ રૂચિ ન થતી.
એક વાર નજીકમાં વ્યાખ્યાન હતું. કાકા કહે તમે ચાલો, પછી અનુકૂળ ના પડે તો ના આવશો. તેઓ કહે ચાલો, એમાં કંઈ વાંધો નથી. મને ધર્મ કાર્યમાં ખાસ વિરોધ કરવાની ટેવ નહિ, એટલે અમે ગયા. પૂ. સ્વામીની વાણીની મધુરતા, મુખ પર સંયમ-પવિત્રતાનો ઘણો પ્રભાવ. તેમના પ્રત્યેની ભક્તિથી શ્રોતાજનોમાં ભાવવિભોરતાનું વાતાવરણ. કાકાએ અમારી બેઠકની વ્યવસ્થા પણ સુંદર રીતે કરી હતી.
પૂ. સ્વામીજીનું વ્યાખ્યાન દિગંબર શૈલીનું સવિશેષ તાત્ત્વિક હતું.
મારી મંગલયાત્રા
વિભાગ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org