________________
ધ્યાન દઈને સાંભળતી હતી, આ પદ્ધતિ કે તાત્ત્વિક શબ્દોનો મહાવરો નહિ. તેથી ખાસ સમજાયું નહિ. પરંતુ પૂ. સ્વામીજીની વાણી એવી હતી કે શ્રવણપ્રિય લાગતું. વાતાવરણમાં બેસવું ગમ્યું અને સાંભળ્યું કે “સમ્યગ્દર્શન વગરનાં તપ, જપ, પૂજા, અનુષ્ઠાનો નિરર્થક છે. ભલે પુણ્ય બંધાય પણ સંસારનું પરિભ્રમણ સમાપ્ત ન થાય. એ પુણ્ય પણ પાપ છે.” મારા કાન એકદમ ચમક્યા. થોડી વાર પછી પુનઃ બોલ્યા: “કંઈ સમજાણું? “સમ્યગ્દર્શન વગર બધું જ વ્યર્થ.” પૂરા વ્યાખ્યાનમાં આટલું બરાબર સ્મરણમાં રહ્યું. પણ એ પ્રણાલીથી બિલકુલ અજાણ. એટલે પ્રથમ લાગ્યું કે આવું કંઈ હોય? અમે તો કેવા ભાવથી ધર્મ કરીએ છીએ, તે કંઈ વ્યર્થ હોય? આમાં આપણું કામ નહિ. પુણ્ય પણ પાપ ?
તેઓ તો ભદ્રિક જીવ. આનંદ આવ્યો એટલું કરીને ખુશમિજાજમાં ઘરે આવ્યા. રવિવાર હતો. થોડી વારે એ જ વાત પૂછું કે આપણે ધર્મ કરીએ છીએ તે બધું વ્યર્થ એવું કંઈ હોય ? સમ્યગ્દર્શન શબ્દ ખાસ સાંભળ્યો કે વાંચેલો નહિ અને કથંચિત શ્રવણમાં આવ્યો હોય તો લક્ષ્ય નહિ. પુણ્ય લઈને આવ્યા છો, પુણ્ય કરો. આટલો ધર્મ સમજાયો હતો. અને નિશ્ચિત મને એ બધું થતું હતું. પરંતુ હવે વિચારમાં મોટો ઊહાપોહ જાગ્યો.
જ્યારે નિરાંતે બેસીએ, ત્યારે આ જ મારો પ્રશ્ન : “શું આપણે કરીએ છીએ, તે બધું વ્યર્થ ?'
સરળ ચિત્તે તેઓ કહે : “જો, મને આમાં સમજ ન પડે, કાકા આવે ત્યારે પૂછજે.”
બેત્રણ દિવસ પછી કાકા આવ્યા. તેઓ કહે, ““આને ભારે અજંપો થયો છે. તમે સમજાવો.”
મે કહ્યું: “સ્વામીજી કહેતા હતા કે સમ્યગુદર્શન વિના બધું વ્યર્થ. જુઓ, અમે તો કેવા ઉત્તમ દ્રવ્યથી, ઉત્તમ ભાવથી સેવા, સામાયિક, જાત્રા વિગેરે કરીએ છીએ. અમારા મહારાજજી તો કહે છે કે સારું કરો છો ! અને પૂ. સ્વામી કહે છે “બધું વ્યર્થ”! આ કંઈ સમજાતું નથી.”
કાકા કહે મહારાજજી તમારી ભૂમિકાએ સારું કહે પણ સિદ્ધાંતથી તો પૂ. સ્વામી કહે છે તેમ જ છે. તમારે વધુ જાણવું હોય તો એક પંડિતજી છે તે તમને આ બધું સમજાવશે. મને એ રચ્યું.
તેઓને કંઈ પ્રશ્ન ન હતો, પૂરો સહયોગ હતો. અને બીજે દિવસે વિભાગ-૪
મારી મંગલયાત્રા
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org