________________
કર્મની ગતિ ન્યારી છે ?
૧૯૪૭થી અમે મુંબઈ સ્થાયી થયા હતા. પરંતુ અમે દિવાળી મુંબઈ કરતા, અને શ્રી પર્યુષણ અમદાવાદ કરતા હતા. કારણ કે પોળમાં અમારા વડીલ સ્થાપિત ઉપાશ્રય હતો, તેથી સ્વપ્નદર્શનના ચઢાવા વિગેરે ઉત્સવમાં અમને ઉલ્લાસ રહેતો. આથી અમે ૧૬મી ઓગસ્ટના રોજ નીકળીને અમદાવાદ જવાની સઘળી તૈયારી કરી લીધી હતી. વળી તપ વિગેરે કરવામાં પણ અમદાવાદ સારા ભાવ થતા.
મુંબઈમાં ૧૯૪૯ની સાલ, આઝાદીને બે વર્ષ પૂરાં થયાં હતાં. ભારતમાં ૧૫મી ઓગસ્ટ ઊજવાઈ. અમે પણ મકાનને લાઈટ અને ધ્વજથી શણગાર્યું. પર્યુષણની આરાધના માટે અમદાવાદ જવા ૧૬મીએ તૈયારી કરી, પણ તે સાંજે તેઓને તાવ ચઢ્યો. ડૉક્ટરની સલાહ મુજબ રોકાઈ ગયાં. તાવ તો વધતો ગયો. તે વખતે ફલુ કે હાઈ ફીવર ભારતમાં નવો ફેલાયો હતો. તેની યોગ્ય દવા શોધાય તે પહેલાં ઘણાં ભરખાઈ ગયાં.
તેઓને એવો હાઈફીવર કે કોઈ દવા ઇંજેક્શન લાગુ ન પડે. ત્યારે તે વખતે હાઈ ડોઝ ક્લોરોમાઈસેટીન દવા શોધાયેલી. તે પણ મળે નહિ. ક્યાંકથી રૂ. ૩૦૦ની એક એવી થોડી ગોળીઓ મળી. તા. ૧૭મીએ આ દવા શરૂ કરી, કદાચ તેની પ્રતિક્રિયા ન થાય તેવું ઇંજેક્શન આપવું જોઈએ તે ગમે તે કારણે આપેલું નહિ. બે ગોળીઓથી તાવ તો ૧૮મીએ સડસડાટ ઊતરી ગયો પણ હૃદયને તોડતો ગયો. હાર્ટ પર એવી અસર થઈ કે તેઓએ ભાન ગુમાવી દીધું. અર્ધી રાત્રે ડૉ. કોહીયાર આવ્યા. તેઓ પણ ભારે ચિંતામાં પડ્યા. બે કલાક બેઠા, ઉપાય કર્યા પણ વ્યર્થ. ડૉક્ટર સવારે નિરાશ વદને વિદાય થયા. ૧૯૪૯ની ૧૯ ઑગસ્ટની સવારે કરાળ કાળની ફાળ :
ઑગસ્ટ ૧૯મીની સવાર, આમ તો તેઓની બેભાન જેવી સ્થિતિ. સવારે છ વાગ્યા હશે. હું પાસે બેઠી હતી. નર્સ પણ હતી. ત્યારે તેઓ હાથ એકબીજા પર ફેરવવાની ચેષ્ટા કરે. પૂછવાથી કોઈ જવાબ ન મળે. મને એવું લાગ્યું કે સામાયિકનો આ સમય છે. અંતરમાં પડેલા કોઈ સંસ્કારથી આ મુહપત્તીની ચેષ્ટા થતી હશે ? પછી ભાન સાવ ઓસરતું ગયું. પુનઃ ડૉક્ટર આવ્યા. ઉપાય કર્યા. પણ બધું વ્યર્થ.
લગભગ ૧૨ વાગે આમે કાળનો સમય. કાળ ત્યાં જ ફરતો હતો. છેલ્લા શ્વાસ શરૂ થયા. મારી સમજમાં એ ભયંકર સ્થિતિનો ખ્યાલ જ ન મારી મંગલયાત્રા
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org