________________
સેવાકાર્યના ફોત્રમાં તેમને માર્કડભાઈ ઠાકોરનો પરિચય થયો હતો. તે થોડા વર્ષે પ્રણયમાં પરિણમ્યો. એક બાજુ સેવાકાર્યનો રસ અને બીજી બાજુ માનવીય પ્રકૃતિ. છેવટે લગભગ પાંત્રીસથી પણ વધુ વયે પહોંચ્યા પછી લગ્નજીવન સ્વીકાર્યું. એટલે જીવનપદ્ધતિ બદલાઈ. થોડી જવાબદારી પણ ખરી. એટલે અમારે ત્યાં આવવાનું ઓછું બનતું. આથી અતુલદક્ષાને પ્રારંભમાં દુઃખ લાગતું. તેઓ બંને માનવપ્રેમી હતાં. તેથી જાણે તેમના વગર સૂનું લાગતું પણ ટેવાઈ ગયાં. પછી તો માર્કડભાઈ સાથે અમારો પરિચય વૃદ્ધિ પામ્યો. અમારાં કામોમાં તે સહાયક થતા. બાળકોને પણ તેમની સાથે ગમતું. વળી સરલાબહેને પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ શીવાની છે.
૧૯૫૬માં અમે અમદાવાદ સ્થળાંતર કર્યું. મારી જેમ સરલાબહેનના જીવનમાં અધ્યાત્મભાવના જાગી. તેઓએ ચંદનવાડીનું કામ અલ્પ કર્યું અને સત્સંગમાં વધુ સમય ગાળવા લાગ્યા. સવિશેષ તેમનો દિગંબર સંસ્કાર હોવાથી તેમના સ્વાધ્યાયી વિગેરે એ પ્રણાલીનાં હતા. પરંતુ તત્ત્વ- જિજ્ઞાસાને કારણે તેઓ ધ્યાન જેવી પદ્ધતિઓ યોગ્ય લાગે તેમાં ઉત્સાહથી જોડાઈ જતાં.
આથી આમ અમે પાછળના સમયમાં સત્સંગી મિત્રો થઈ ગયાં હતાં. છતાં ગૃહસંસારની ગૂંચો તો આવતી હતી. જ્યારે તેઓ મૂંઝાઈ જતા, ત્યારે અમદાવાદ આવીને પંદરવીસ દિવસ રહી જતા. તેમની સાથે અમારો પારિવારિક સંબંધ પણ ઘણો લાંબો સમય રહ્યો અર્થાત ત્રણ પેઢી સુધી રહ્યો. અમે લગભગ સમવયસ્ક હતા.
૧૯૯૯માં હું અમેરિકા હતી. સરલાબહેનને એકાદ વરસથી શારીરિક નબળાઈ, કંઈક તકલીફો શરૂ થઈ હતી. તેમાં કિડનીને કંઈ તકલીફ થઈ અને પંદરેક દિવસની માંદગી ભોગવી તેઓ ચિરવિદાય થયાં. અમે બંને સુખદુઃખનાં સાથી હતાં તે પ્રસંગોની યાદ હજી પણ સ્મૃતિમાં છે. તેથી આ લખવા પ્રેરાઈ છું. કુદરતના ખોળે સૌંદર્યનો આનંદ :
ભાઈ હતા ત્યારે તેમની નાજુક તબિયતને કારણે અમે ક્યાંય ફરવા જતા નહિ, જોકે ત્યારે એ પ્રણાલી પણ ઓછી હતી. વળી અમે વર્ષમાં એક વાર યાત્રાએ અને એક વાર દરિયાકિનારે સૌ સાથે જ જતાં, એટલે અન્ય પ્રયોજન રહેતું નહિ. વિભાગ-૪
મારી મંગલયાત્રા
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org