________________
પાડતું, પણ બીજે દિવસે જતી. બાળકો શાળાએ જાય, તેઓ ઑફિસે જાય, ત્યારે બપોરે ૨ થી ૪ સુધી ચાલીમાં જતી, પછી તો તે સૌનો સભાવ, સરલાબહેનની પ્રેરણા, અને સેવાકાર્યની ભાવનાને કારણે લગભગ સાતઆઠ વર્ષ ત્યાં કાર્ય કર્યું. વચમાં સંયોગાધીને એક વર્ષ જઈ શકી ન હતી. સમયના સદુઉપયોગનો સંતોષ મળ્યો હતો. સરલાબહેનની હાર્દિક મિત્રતા :
મુંબઈમાં અમારા વડીલ અમરચંદકાકા, તેમના ભાઈની સુપુત્રી તે સરલાબહેન. અમે મુંબઈની સફરે જતાં ત્યારે કાકાને ત્યાં રહેતાં, ત્યારે સરલાબહેનનો સામાન્ય પરિચય થયો. તેઓ ગાંધીજીએ ચીંધેલા રચનાત્મક કાર્યમાં જોડાયેલા. સરળ સ્વભાવ, સેવાભાવ, કાર્યકુશળતા સાથે એમ.એ. સુધીનો અભ્યાસ પણ ખરો, હજી કુંવારા હતા.
સરલાબહેનનો પરિચય એ સમયે મારે માટે ખૂબ જ ઉપયોગી અને આશ્વસ્ત હતો. કારણ કે ૧૯૪૮માં સરલાબહેન સાથે મેં સેવાકાર્ય શરૂ કર્યું અને ૧૯૪૯માં તેઓએ ચિરવિદાય લીધી. ત્યારે મિત્રની જેમ સરલાબહેન ઘણો સાથ આપતાં. બાળકો સાથે ખૂબ જ પ્રેમથી ભળી જતાં. એટલે કુટુંબના સભ્ય જ હતા.
હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા સમયે સરહદ પર કટોકટી ઊભી થઈ ત્યારે સ્ત્રીઓની ખૂબ હાલાકી થઈ હતી. ત્યારે તે વિસ્તારમાં તેઓ સેવા આપવા ગયા હતા. ત્યાં કષ્ટ પણ સહેવું પડ્યું. સંપન્ન ઘરમાં ઊછરેલાં છતાં સેવાભાવથી વરેલાં હતાં. આમ તે સમયે આવા સેવાકાર્યમાં ઓતપ્રોત રહેતાં.
ત્યાર પછી તેમણે ચંદનવાડી ખારવાની ચાલીમાં સ્થાયી રચનાત્મક કાર્ય શરૂ કર્યું જે અગાઉ જણાવ્યું છે. હું તેમનામાંથી પ્રેરણા લઈને એ કાર્યમાં ટકી હતી.
અતુલ-દક્ષા તો તેમની સાથે ખૂબ જ હળી ગયેલાં. તેના પરિણામે સરલાબહેન બાળકોને ટ્યૂશન આપતાં. તેઓ કહેતાં મને નાણાંની જરૂર છે તેમ નહિ. પોતે કુંવારા હતાં. એટલે એમ કે મારામાં શક્તિ છે તો હું સ્વાવલંબી થાઉં. આમ સમજી તેઓ ટ્યૂશન લેતાં થયા હતાં. અતુલદક્ષાને પણ તે ખૂબ અનુકૂળ હતું. તેઓ સરલાબહેનને ખૂબ આવકારતાં. હું કોઈ હરવા-ફરવાના સ્થળે જતી નહિ. એટલે બાળકો સરલાબહેન સાથે કાશ્મીર પણ ગયાં હતાં.
મારી મંગલયાત્રા
૮૯
વિભાગ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org