________________
કે આ બધું ચાર દિવસના ચાંદરણા જેવું નીવડવાનું છે. સુખ કૂદકા મારતું હતું કે દુઃખ તરફ લઈ જતું હતું તે કુદરતનું ગૂઢ રહસ્ય હતું. ૧૯૪૭માં આમ તો શુભ મુહૂર્ત વાસ્તુપૂજન કરી નવા મકાનમાં રહેવા લાગ્યા. આખરે તો તે મુહૂર્ત ઠગારું નીવડ્યું.
મુંબઈ રહેવા ગયા ત્યારે અતુલને નવ વર્ષ અને દક્ષાને ચાર વર્ષ પૂરાં થયાં હતાં. મુંબઈમાં ફેલોશીપ માધ્યમિક શાળામાં અતુલ અને દક્ષાનું ભણતર શરૂ કર્યું. અતુલનો સ્વભાવ મળતાવડો એટલે ગોઠવાઈ ગયો. દક્ષા સાથે બાઈ શાળાએ મોકલવી પડતી. બાઈ કલાસની બહાર બેસી રહેતી. જેવી રિસેસ પડે કે દક્ષા બાઈના ખોળામાં ગોઠવાઈ જાય. શરીર તંદુરસ્ત (જાડું), મુખ પર ભદ્રિકતા એટલે શાળાના સૌ શિક્ષકો પણ તેના ગાલ પર હાથ ફેરવી લેતા. વળી ભણવામાં કુશળ એટલે એક વર્ષ આગળ લેવામાં આવી. બાળકો સાથેની સુખદ ચર્યા :
દક્ષા શરીરે હૃષ્ટપુષ્ટ એટલે વજન સારું હતું. છતાં સાંજે પપ્પા આવે, ગાડીનું હૉર્ન સાંભળે, દોડતી નીચે જાય. પપ્પાનું પાકીટ પોતે બગલમાં રાખે અને પપ્પા તેને તેડીને દાદરા ચઢે. માળામાં સૌ કહે, “આ જાડીને તેડીને ચઢતા હાંફી જશો ત્યારે તેઓ સસ્મિત જવાબ આપતા : જાડી તો વહાલી છે. ભાર લાગતો નથી. વળી ઉપર જઈને તે મારા પગ દબાવે છે.”
કોઈવાર નીચેથી જ અતુલ સાથે થઈ જતો. ત્રણે બાજુમાં રમકડાંની દુકાને ઊપડી જાય, અને ઢગલો રમકડાં લઈને આવે. ઘાટીને પૂછું કે “કેમ કોઈ દેખાતું નથી ?” ઘાટી કહે, ““બાબાભાઈ અને બેબીબહેન શેઠ સાથે કંઈ ગયા છે.” આમ સાંસારિકપણે તેઓ બાળકો સાથે સુખદ જીવન માણતા હતા. સાંજે જમી પરવારીને નિરાંતે બેસે ત્યારે દક્ષા તેઓના પેટ પર ગોઠવાઈ જાય... જાણે તે ખોરાક પચાવવાની ક્રિયા હોય ! અતુલ બાજુ પર બેસીને તેઓના હાથની કોણીને પંપાળે. હું સામે બેઠી જોયા કરું.
આમ મુંબઈમાં બે વર્ષ સુખમાં ક્યાંય પસાર થઈ ગયા. બાળકો થોડી વાર માળામાં મિત્રો સાથે રમવા જાય. પછી વળી થોડી વાર બાળકોને કંઈક રમાડીએ, હું વાર્તા કહું. બાળકો સૂઈ જાય. અમે કંઈક વાતો કરીએ. થોડી વાર ભાડૂઆત મિત્રને ત્યાં જઈએ. અગર થોડી વાર પાનાં
વિભાગ-૪
८४
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org