________________
| અતુલની બીમારી નિમિત્તે મુંબઈ ભણી
૧૯૪૫/૪૬માં અતુલને ખુરસીની બીમારી થઈ. ડૉક્ટરની સલાહ મુજબ મુંબઈ ગયા. ત્યાંના નિષ્ણાત ડૉક્ટરને બતાવ્યું. તેમણે સલાહ આપી, નાસિક સૂકી હવામાં આ બાળકને ચાર માસ રાખવો. સાથે કેટલાક ઇલાજ લખી આપ્યા. ભારે દવાઓ આપી. આમેય થોડી જીદની પ્રકૃતિ તેમાં બીમારી આવી. દવાઓથી કંટાળી જતો.
તેઓ વ્યાપારમાં બાહોશ, પણ લાગણીપ્રધાન હોવાથી મૂંઝાયા. મુંબઈમાં વડીલકાકાની ઘણી ઓથ હતી. આમ અમે લગભગ ચારેક માસ નાસિક રહ્યાં. અતુલને કારણે આહારાદિમાં પૌષ્ટિકતા, ફળ-ફળાદિની વિપુલતા, તેથી ખાવા-પીવાની ભારે મિજબાની તો હતી. રસોઇયો, ઘાટી, બાઈ, ડાયવર, ગાડી બધી જ વ્યવસ્થા હતી.
માંદગી તથા ભારે દવાઓને કારણે અતુલનું શરીર વળે જ નહિ. ત્યારે દીકરી દક્ષા ત્રણેક વર્ષની, મૂળથી સારી તંદુરસ્ત, આમ પણ અમે ત્રણે સારા હૃષ્ટપુષ્ટ હતાં, તેમાં વધારો થયો અને જેને માટે આ પ્રયોજન હતું, તે અતુલભાઈના વૈશાખ ચઢ્યા નહિ. પણ રોગ દૂર થયો. (માણસોને પણ કામ ઓછું, ખાવાનું સરખું એટલે બધાંનું લોહી ચઢ્યું.)
- તેઓ નાસિકથી ધંધાર્થે મુંબઈ બજારમાં જતા; સાંજે પાછા આવતા. કોઈ વાર અમદાવાદ જતા... પાછા તરત જ આવતા. પરંતુ મુંબઈમાં ધંધામાં વધુ વિકાસ જણાવાથી તેઓએ મુંબઈ સ્થાયી થવાનું વિચાર્યું અને શ્રેજીસ રોડ પર એક પ્લોટ ખરીદ્યો જેમાં ત્રણમાળામાં ભાડૂઆત હતા. બાજુના ખાલી પ્લોટમાં ત્રણ માળનું નવું મકાન બંધાવવાનું શરૂ કર્યું. અમદાવાદ પાછા આવી મુંબઈ જવાની તૈયારી કરી. મુંબઈ સ્થાયી થયા :
૧૯૪૭માં વેકેશન હતું એટલે અમે જુહુ દરિયાકિનારે રહ્યાં, ત્યાં સુધીમાં મકાન તૈયાર થઈ ગયું. ચાર બ્લૉક ભાડે આપ્યા. બે બ્લોક અમે રાખ્યા. કુલ આઠ ઓરડામાં અદ્યતન ફર્નિચર વસાવ્યું. એક ભાડૂઆત ઘર દેરાસર સાથે આવ્યા. તેમને પ્રથમ અગ્રિમતા આપી. આથી મનમાં ભક્તિભાવ હતા તે સચવાઈ ગયા.
થોડા વખતમાં નોકરો વિગેરે પણ સારી રીતે મળી ગયા. ભૌતિક રીતે લાગ્યું કે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પણ હાય ! કોણ જાણતું હતું મારી મંગલયાત્રા
વિભાગ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org