________________
પ્રભુભક્ત શ્રાવકની ભવ્યતા રાધનપુરના શ્રેષ્ઠી કમળસીભાઈ બહુ મોટા પ્રભુ ભક્ત હતા. તેમના માતુશ્રીની માંદગી દરમ્યાન કમળસીભાઈએ પુછેલું : મા! તારા દાગીના બસો તોલાના છે; એનું શું કરવું છે ? માએ કહયું : તારી ધર્મપત્નીને એ આપજે. કમળસીભાઈએ કહ્યું : મા ! તું કહેશે એ પ્રમાણે થશે. પણ તારી પુત્રવધુ એ દાગીના પહેરશે તો એને રાગ થશે; અને જો એ સોનાની પ્રભુની આંગી કરાવીશું તો લોકો એનું દર્શન કરીને વિરાગી બનશે. તું કહે મા ! શું કરવાનું ? માએ કહયું : તો પ્રભુની આંગી બનાવરાવજો ! શ્રાવકપણું આમ પ્રગટ થાય, પરિણામે જીવ પ્રભુપરાયણતા પામે છે.
- પૂ. આ. શ્રી યશોવિજ્યસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org