________________
જીવન જ સમસ્યા બનશે. ભાવિની ભીતરનું રહસ્ય સમજવાનું માનવીનું ગજું નહિ ને !
કર્મરૂપ ભાગ્ય કેટલા નાચ નચાવે છે. જીવ નટ બનીને નાચે છે. આજે વિચારું છું તો એ જ વિચાર આવે છે કે આવા દુઃખમય સંસારમાં જીવ કઈ ભ્રમણાથી સુખ શોધતો હશે ? દુઃખ મળવા છતાં સુખની આશાએ જીવ કેવી યાતના સહે છે ? ભગવાને સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું છે તે છે તો બિહામણું પણ જીવને મોહવશ તે લોભામણું લાગ્યું છે. પરંતુ આ ગૂઢતા સમજવાનું જ્ઞાન ક્યાં છે ? ત્યારે તો ન જ હતું. અને આજે પણ કેવળ સમજાઈ ગયું છે તેમ નથી.
બહેનનાં લગ્ન પણ દુઃખદાયક :
૧૯૩૫ લગભગ બહેનનાં સગપણ થયાં. તરત જ લગ્ન લેવાયાં. બાપુજીની આર્થિક સ્થિતિ નબળી પડી હતી. અત્યાર સુધી સ્વજન મિત્રો, પુત્ર વિ. સાથે સંબંધો સમાપ્ત થયા હતા. તે અશુભયોગમાં હજી બીજના અંકુર ફૂટ્યા. ધનલક્ષ્મીએ પિતા સાથે સંબંધ ત્યજી દીધો. ઘણી મૂંઝવણમાં કંઈક સગવડ કરી બહેનનાં લગ્ન લીધાં.
મારે હવે છ-આઠ મહિના બહેન વગર ગાળવાના હતા. એ સમયે મારે માટે, એ દિવસો કપરા હતા. એટલે એવું નક્કી કર્યું કે લગ્ન સુધી શાળાજીવન ચાલુ રાખવું. અને એ રીતે સાત ધો૨ણનો અભ્યાસ પૂરો કરી, ફક્ત છ-આઠ માસ માટે માધ્યમિક શાળાના દરવાજા મેં જોયા હતા. નક્કી સમયે બહેનનાં લગ્ન થઈ ગયાં, બહેન વિદાય થઈ. બહેનને વળાવી હું અને બાપુજી ખૂબ રડયાં. બંનેનું કારણ જુદું હતું. હું બહેન પાસે માનું વાત્સલ્ય મેળવીને મોટી થઈ હતી એટલે બહેનનો વિયોગ મને સતાવતો.
બાપુજીના રડવાનું કારણ થોડું ગૂઢ હતું તે પછીથી સમજાયું. પંથવર જોયો પણ ધંધો નહિ, સામાન્ય નોકરી, ઘરમાં મોકળાશ નહિ, કુલ નવ જેટલાં ભાઈ-બહેનો, આ દીકરી ત્યાં કેવી રીતે સુખ પામશે ? એ વાતથી, રાત બાપુજીએ રડવામાં ગાળી. રાગનું બળ માનવીને ક્ષોભ પમાડે છે તે સ્વાભાવિક છે.
બીજે દિવસે સવારે બહેન સાસરેથી આવી, બાપુજી પાસે ઉ૫૨ ગઈ મારી મંગલયાત્રા
૪૯
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org