________________
ધર્મક્રિયાનો રસ, પણ તેમાં સાંસારિક સુખનો ભાગ હતો.
આ બધા સુભગ યોગનો વિચાર કરું છું ત્યારે દેવગુરુકૃપાના મહાભ્ય આગળ મસ્તક ઝૂકી જાય છે. બહેનનો સૂત્રની અણઆવડતનો ઠપકો પણ પુણ્યમાં ફેરવાઈ ગયો. શીખવાની જિજ્ઞાસાને યોગ્ય શાસ્ત્રાભ્યાસી મામાજી મળી ગયા અને અભ્યાસનો અવસર મળ્યો. સતુદેવ, સત્વગુરુ અને દયારૂપ ધર્મથી પાયાની ઇમારત ઃ
ભણવાનો મહાવરો તાજો હતો. મન-મગજ તાજાં-સાજાં હતાં. મામાજી પણ વાત્સલ્ય અને ઉત્સાહથી શીખવતા. જૈન ધર્મનું શિક્ષણ સૂત્ર-પંચ પ્રતિક્રમણથી પ્રારંભ થાય છે. સદેવગુરુની ભક્તિરૂપ શ્રદ્ધા, આચારમાં દયાની મુખ્યતા હોય છે. આમ, પ્રારંભથી જ ધર્મને યોગ્ય પદ્ધતિથી ભૂમિકા થઈ.
તે સમયને યોગ્ય તેમનો ભક્તિ-ક્રિયાનો સંસ્કાર અને મારો જ્ઞાનઆરાધનાના સંસ્કારનો મેળ હતો. વાસ્તવમાં અન્યોન્ય પૂરક થતાં. દહેરાસરમાં તેમની સાથે પૂજા-સ્તવના કરતી, અને હું કંઈ શાસ્ત્રોનું અધ્યયન કરું કે સૂત્રો શીખું તેમાં તેમનું અનુમોદન મળતું. ધર્મકાર્યમાં સુમેળને કારણે જે કંઈ આરાધના થતી તે સઉલ્લાસ થતી. ભાઈ આ બધું જાણી પ્રસન્ન થતા. મારું ભક્તિમાં જોડાવું તે સરળ હતું, પરંતુ તેમનું શાસ્ત્રાદિમાં જોડાવું રૂચિ છતાં જામતું નહિ. હું કહેતી, “તમે સ્વયં સરળ છો એટલે તમારી ભક્તિમાં બધું આવી જાય. હું તમારા જેવી સરળ નથી તેથી મારે બંને વસ્તુ જોઈએ.” ત્યારે કંઈ જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિ કે યોગ જેવા શબ્દો આવડતા ન હતા, જાણતી ન હતી.
પૂ. શ્રી સાગરાનંદજી, પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી અને તે કાળના ત્રિપુટી મહારાજજી પધારેલા તેવો ખ્યાલ છે. પૂ. ન્યાયવિજયજી, પૂ. જ્ઞાનવિજયજી અને પૂ. દર્શનવિજયજીનો સમાગમ થયો.
આનો ઉલ્લેખ કરવાનું મૂળ કારણ એ કે આ પ્રકારના સાધુભગવંતના ઉપદેશની નાની વય છતાં અસર ઘણી મોટી થઈ. મારો ખ્યાલ છે કે ત્રિપુટી મહારાજના ઉતારા વખતે અમે બન્ને તેમની પાસે બેઠા હતા. તેમણે બોધ આપેલો તેના અનુસંધાનમાં મારો પ્રશ્ન હતો કે :
આપે કહ્યું કે પુણ્ય કર્યું હોય તો આ લોકનાં સુખ મળે, ધર્મની વિભાગ-૩
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org