________________
બેલા, રોજ (બે સામાયિક) કરવાનો નિયમ લીધો તે ખાસ્સો એક વર્ષ ચાલ્યો. તેમાં અભ્યાસ પણ થતો. પછી ત્રણસો તેલ્લાત્રણ સામાયિક સાથે કરવાના દિવસનો આંતરો ચાલે. પણ આ નિયમ બાળકોના કારણે ત્યારે પૂરો ન થયો. તે છ દસકા પછી ઈડર તીર્થે નિવૃત્તિના દિવસોમાં પૂરો થયો. તે સંતોના યોગબળની પ્રેરણા જ માનું છું.
આ ઘરમાં નોકરીની ખૂબ જ સગવડ હતી. પરંતુ વ્યવસ્થા સંભાળવી જરૂરી હતી. તે બહેનની સહાયથી અને જૂના નોકરોની સાથે રહીને ગૃહકાર્ય લગભગ જાણી લીધું. પછી તો આ મારું ઘર છે તેવી માયા બંધાણી એટલે પૂરા ઘરની વ્યવસ્થા સંભાળવી તે ગમતું. કુટુંબમાં આમ તો ચાર-પાંચ જ હતાં. પણ મહેમાનો અને સગાંઓની અવરજવરને કારણે ઘરનો વહીવટ મોટો હતો. વળી ધનની છૂટ અને સ્વતંત્રતા હોવાથી એ સર્વે કારભાર કરવામાં ગમતું હતું. કોઈની રોકટોક ન હતી, આથી બધું સરળતાથી નભતું હતું.
નિયમિત રીતે દર્શન, પૂજા, ધર્મક્રિયા થતી હતી. વળી દર રવિવારે રાજપર જેવા દહેરાસરે દર્શન કરવા જવું. બેસતા મહિને નરોડા જવું. થાળ ચઢાવવો, કુળદેવી પદ્માવતીમાને ભાવપૂર્વક સુખની અભિલાષાઓ સાથે ચૂંદડી ચઢાવવી, આ ક્રમ પણ ભક્તિ-આનંદથી થતો. કોઈ વાર વડીલ હતા ત્યારે કુટુંબ સાથે આખો દિવસ ત્યાં રહી થાળ ધરતા, પૂજા ભણાવતા, એ ધાર્મિક પ્રસંગ મનાતો. અંગત જીવનચર્યા :
ભાઈની તબિયત નાજુક તેમાં હાઈપ્રેશર અને ડાયાબીટીસની તકલીફ થયેલી. તેથી ઉનાળામાં બે માસ દરિયાકિનારે બંગલો રાખી નોકર, રસોઇયા સાથે ત્યાં જવાનું થતું. એ દિવસોમાં ઉનાળુ રજા હોય એટલે કુટુંબમેળો ભેગો થાય. ખાવું-પીવું, દરિયાકિનારે રમવું, ફરવું, જો નજીકમાં દહેરાસર હોય તો જવલ્લે જ દેવદર્શન મળતાં. એટલે ફક્ત સામાયિક જેવું ક્યારેક થાય. થોડું વાંચન થાય. સૌ હળીમળીને કૌટુંબિક આનંદ લેતા. ક્યારેક પત્તાબાજીમાં સમય પસાર થતો.
શિયાળામાં પંદર દિવસ જાત્રાએ-સવિશેષ પાલીતાણા-જવાનું થતું. પાલીતાણા રસોડું ખોલતાં. સાત-આઠ દિવસ યાત્રાનો અને સાધુ-ભક્તિનો વિભાગ-૩
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org