________________
છતાં પણ જેમ તપ કર્યા પછી આહાર તો લેવાનો છે તેથી તપમાં મનોબળ ટકતું તેમ કથંચિત બ્રહ્મચર્ય પાળ્યા પછી વળી પાછું વિષયસુખ તો છે તેથી તે દિવસોમાં સંસ્કાર શાંત રહેતો હતો. પણ મૂળમાં તો તેની અસર હતી. છતાં તેમાં પાપ છે તે વાત મનમાં વસી જવાથી એ વ્રત પાળવાના ભાવ ટકી રહેતા. પરંતુ મૂળમાં વૃત્તિ તો હતી જ.
વળી જ્યારે શાસ્ત્રાભ્યાસ કર્યો ત્યારે એ ભાન થયું કે આ પ્રકૃતિનો નાશ નવમા ગુણસ્થાનકના પ્રારંભમાં થાય છે. તેવી દશાની પ્રબળતા માટે સાધકોએ નીચેની કક્ષાએ અભ્યાસ તો કરવો જ જોઈએ. તો જ સંસ્કારનાં મૂળ નબળાં થાય. જો અભ્યાસ ન કરો તો સંસ્કાર જીવને આ માર્ગે આગળ વધવા ન દે. અનુભવે જણાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-મૂછના સંસ્કાર કેટલા ઘેરા છે. તપ જેવાં અનુષ્ઠાનો છતાં આ સંસ્કાર જીવના મનોબળને પાંખું કરી નાખે છે. માટે સાધકે પુનઃ પુનઃ પુરુષાર્થ કરી મનુષ્યજન્મમાં મળેલી શક્તિનો સઉપયોગ કરી આ સંજ્ઞાઓને ઉપશમાવવા પ્રયાસ કરવો. એમ વિચારણા કરતી. વિશેષપણે તો સ્વભાવ સન્મુખતા કેળવ્યા વગર આ સંસ્કારો મૂળમાંથી જતા નથી તે તથ્ય ઘણું મોડું સમજયું હતું. તેઓની લાગણીવશતા :
તેઓ જેવા સમતાવાન તેવા લાગણીપ્રધાન હતા. અતુલને ગળામાં કાકડાનું દર્દ થયું, તેની સર્જરી કરવાની હતી. તેને માટે અમે મુંબઈ ગયા. અતુલ હોસ્પિટલનું નામ સાંભળી રડે. તે જોઈને તેઓ હોસ્પિટલે સાથે આવી ન શક્યા. કાકાને લઈને હું ગઈ. થોડી વારે ફોન કરીને ખબર આપી કે ચિંતા ન કરશો.
બીજો પ્રસંગ એવો બન્યો કે દક્ષા ગર્ભથી જ વજનદાર હતી. તેના જન્મ વખતે કંઈ ભૂલ થવાથી કોઈ નસ દબાવાથી તેની ડોક જરા વાંકી થઈ. તે જયારે બેસતી થઈ ત્યારે ખ્યાલ આવ્યો. મુંબઈ જઈને ડૉક્ટરને બતાવ્યું.
ડૉક્ટરે તેઓને બોલાવીને કહ્યું કે જુઓ, હું બતાવું તે પ્રમાણે તમારે ગળાને પકડીને ખેંચવાની કસરત કરાવવાની છે. ડૉક્ટરે એ વિધિ બતાવી ત્યારે દક્ષા રડી ઊઠી. તેઓએ તરત જ ડૉક્ટરને કહ્યું તમે આ મારી મંગલયાત્રા
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org