________________
ક્ષણિક કલ્પના છે. જીવો કંચન અને કામિનીના સુખાભાસમાં અધમ પરિણામો વડે અધમ પાપો કરી નરકગામી થાય છે. માટે જીવોએ બ્રહ્મચર્યનું પાલન કરી આ પાપથી મુક્ત થવા પ્રયત્ન કરવો. વળી આ વિષયવાસનાનો સંસ્કાર પ્રાણીમાત્રને મૂંઝવે છે. સ્થૂલ બ્રહ્મચર્ય પાળે તો પણ માનસિક સંસ્કાર જતો નથી તે માટે દૃઢ મનોબળ કેળવવા અને તપશ્ચર્યા કરવી જોઈએ. તેને માટે સચોટ દષ્ટાંત પણ આપ્યાં હતાં.
આ પ્રવચન સાંભળી મેં તેઓને કહ્યું કે આપણને તો આ પાપ છે તે જ ખબર નથી. આપણે તો વિષયવાસનાની તીવ્રતામાં સુખ માનીએ છીએ. મહારાજજીની વાત સાચી છે વિષય સુખ કેવળ વાસના જ છે, સુખ નથી. તેઓ તેમની આદત મુજબ સાંભળી રહ્યા.
આ બ્રહ્મચર્ય કેમ પાળવું તેનો અમને પૂરો ખ્યાલ નહિ. બહેને સમજાવ્યું કે ‘‘સ્પર્શ કરવાનો નહિ. પથારી, ઓઢવા વિગેરેને જુદાં કરવાં. જોકે તમે નાનાં છો પણ બ્રહ્મચર્ય જેટલું પળાય તેટલું સારું છે. એટલાં પાપ ઓછાં થશે.’’
મેં તેઓને વાત કરી તેઓને લાગ્યું કે પાંચ તિથિ બરાબર છે પણ લાંબો વખત સંયમ ટકે નહિ એ રીતે અમે ખ્યાલ રાખીને અભ્યાસ શરૂ કર્યો. એ સમયે મારી વય ચોવીસની અને તેઓ લગભગ ત્રીસ નજીક હતા. વાસનાની પ્રચુરતા તો હતી. પણ તેઓએ કંઈ વિરોધ ન કર્યો.
જ્યારે બીજે વર્ષે ચાતુર્માસ આવ્યું, તે પહેલાં મને ભાવ થયો કે પૂરું ચાતુર્માસ નહિ પરંતુ પ્રથમના દોઢ માસ આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ ? તેઓની પ્રકૃતિમાં વિરોધનો ભાવ ન હતો. મારો ઉલ્લાસ હતો તેથી સંમત થયા પણ કહે આપણું મનોબળ કદાચ ન પણ ટકે માટે પ્રતિજ્ઞા નથી લેવી, પ્રયાસ કરશું. આમ નક્કી કરી મેં મારે માટે પથારી કઢાવી નાંખી અને ધાબળો પથરાવ્યો. આમ બહેનેં સમજાવ્યું હતું તેમ બધું જુદું કર્યું. સાથે સામાન્ય તપ કરતાં. ચાતુર્માસનાં વ્યાખ્યાન હતાં એટલે જેમતેમ મનોબળ ટક્યું તો પણ સૂક્ષ્મ રીતે તો વિક્ષેપ થતો. છતાં દોઢ માસ બ્રહ્મચર્યનું સ્થૂલપણે પાલન થયું.
યદ્યપિ ત્યારે એ પણ સમજાયું કે આપણામાં વિષયવાસનાની પ્રચુરતા અને સંસ્કાર ઊંડા છે તેથી સહજપણે પળાવાને બદલે પ્રયાસ કરવો પડે મારી મંગલયાત્રા વિભાગ-૩
Jain Education International
૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org