________________
ખૂબ લાભ લેતા. કદમગિરી તથા આગમમંદિરમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા જેવો લાભ પણ લેતા. સાથે બહેન ભાણેજીયા પણ ખરા. આમ જીવનમાં કંઈ તાલમેલ જળવાતો. સમૂહનો અને ઉત્સવનો આનંદ મળતો તેમાં સંસ્કારસિંચન થતું.
તેઓને ધંધાર્થે ક્યારેક બહારગામ જવાનું થતું. ત્યારે મૂંઝવણ થતી. મારા શાળાના મિત્રોનો અભ્યાસ ચાલુ હતો તેથી તેમનો મને સંપર્ક ન રહ્યો. નવા મિત્રો થયા નહિ, બહેન સાસરે હોય. ઘર કે બહારમાં ખાસ પ્રવૃત્તિ નહિ. આજુબાજુ લાલભાઈના ઘર સિવાય કોઈ વસ્તી નહિ, શહેરમાં વસ્તીમાં રહેલી, પોળમાં પણ બહેનપણીઓ સાસરે હોય, એટલે ત્યાં જવાનું મન થતું નહિ, બંગલામાં એકલવાયુ લાગતું. મારા મનનું બંધારણ લગ્ન પછી તેઓના આધારિત બની ગયેલું. અગર તો મિત્રોને ત્યાં જવાઆવવામાં સમય પસાર થાય. આથી બંગલે સાંજ પડે સાવ સૂનકાર લાગે. નોકરો કામ પરવારીને ગયા હોય. જોકે નોવેલો તો હતી જ. વળી જયાબહેન રાત્રે આવતાં, મને સારું લાગતું. પછી તો વળી અતુલ હતો. - મને લાગે છે કોઈ જીવની (મારી) પ્રકૃતિ વધુ મોહજનિત હોય છે. ત્યારે હું જોતી ઘણાં બહેનોના પતિ બહારગામ જતા ત્યારે તેઓ પિયર કે મિત્રોને ત્યાં મજા માણી આવતાં. મેં જ મને મોહપાશથી બાંધી દીધી હતી. ક્યાંય જતી નહિ એટલે દુઃખી થતી.
ખેર, મૂળમાં જીવમાં સમજ હોવી જોઈએ. સંયોગ-વિયોગ એ તો સંસારનો ક્રમ છે. અલ્પાધિક સમયનું શું મહત્ત્વ છે ? અનાદિકાળથી આજ સુધી કેટલાય જીવો સાથે સંબંધ બાંધ્યા અને છોડ્યા. હજી આ જ જન્મમાં તો શું બનવાનું છે તે હવે જોઈશું.
તેઓના હૃદયની કોમળતાનું માપ ત્યારે મને સમજાયું. એક વાર તેઓ ધંધા પ્રસંગે કલકત્તા પંદર દિવસ માટે જવાના હતા. મારે માટે એ ગાળો એકલા રહેવા માટે લાંબો હતો, પરંતુ છૂટકો જ નહતો. તેઓ મારી મનોદશા બરાબર સમજતા હતા તેથી શરદબાબુની નવલકથાનાં પુસ્તકો લઈ આવ્યા. વળી જયાબહેનને કહી રાખ્યું કે તે રોજે સૂવા આવે.
તેમના કલકત્તા જવાના દિવસે મારું મન સવારથી ઉદ્વેગવાળું હતું. મારી મંગલયાત્રા
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org