________________
પ્રાપ્તિ થાય. પણ મેં તો કંઈ પુણ્ય આ જન્મમાં કર્યું નથી. નવકાર પણ પૂરા આવડતા ન હતા. વ્રત કંઈ કર્યું નથી. ભણતાં, રમતાં, આ ઘરમાં આવી. (સાંસારિક શબ્દ બોલતા આવડતો ન હતો) આ ચારે બાજુ સુખ જ સુખ કયાંથી આવ્યું ?” મને પૂર્વજન્મ શબ્દની પણ ખબર ન હતી. એટલે વધારે પૂછતા પણ ન આવડ્યું.
મહારાજજી સમજી ગયા. તેમણે કહ્યું કે, “તારી વાત સાચી. આ જન્મમાં તે કંઈ કર્યું નથી. પણ સુખ છે ને?” “હા” તેનું કારણ પૂર્વજન્મનું પુણ્ય ઉદયમાં આવ્યું છે, મને બહુ સમજાયું નહિ પણ તેમનું કહેવું માની લીધું : છતાં મારી આંખમાં પ્રશ્ન હતો કે હવે શું ?
મહારાજજીએ બોધ વચન કહ્યા: “આ સુખ તો સાંસારિક છે. તે પુણ્યથી મળ્યું છે. પણ પુણ્ય વપરાઈ જાય છે માટે ધર્મ કરીને નવું પુણ્ય ઉપાર્જન કરવું. જેથી જ્યાં સુધી ભવ થાય ત્યાં સુધી સુખ મળે, પછી ધર્મથી મોક્ષ મળે.” તે સમયે મોક્ષની રજ માત્ર સમજ ન હતી.
મેં પૂછ્યું તો મારે શું કરવું ?” “જો કેવો યોગ છે ! ઘરમાં ભગવાન, ધર્મ કરવાનો નિરાંતનો સમય, પતિની ધર્મભાવનાનો યોગ, કોઈ વાર મળતો સાધુસંતોનો ઉપદેશ, હવે પુરુષાર્થમાં લાગી જા. દર્શન, પૂજન, નવકાર મંત્ર, સામાયિક વિગેરે કરુ”
હા, વળી તે દિવસોમાં ઘરમાં સૌના જીવન સાત્ત્વિક હતાં. ઘરમાં રાત્રિભોજન-ત્યાગ હતું. (ક્યારેક અમે છૂટ લઈ લેતાં) કંદમૂળ, માખણ, મધ જેવા પદાર્થો તો જોવા જ મળતા નહિ. અન્ય વ્યસન પણ ઘરમાં પ્રવેશેલું નહિ. પર્વો, તિથિઓમાં આરાધના થતી. આમ મહારાજજીની વાત રૂચી ગઈ. મને સાધુજનોનો સમાગમ અને બોધનો પ્રથમ અવસર હતો, પણ રુચી ગયો. તેમાં વિશેષ તો તેઓનો સાથ હતો તે કારણ હતું. તેઓ જે કહે તે ગમી જતું. તેમાં સાંસારિક રાગની-મોહની વિશેષતા હતી. તેના પ્રત્યેના રાગથી પણ મને ધર્મક્રિયાઓ રુચતી હતી, કારણ કે તેઓને એ બધું ગમતું હતું. અને સાથે કરતા હતા. ભૂપેન્દ્ર (અતુલ)નો જન્મ :
આમ યુવાનીની દીવાનીમાં એક વર્ષ ઉપરાંત સમય પૂરો થયો. મને પુત્રપ્રાપ્તિનો અવસર આવ્યો. સૌ ખુશ હતાં. મારી વય તો નાની મારી મંગલયાત્રા
૫
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org