________________
સૂત્રોનો મહિમા હતો. આજે સમજાય છે કે એ સૂત્રો બળપ્રેરક કેમ બનતાં હોય છે? તેની પાછળ સત્પુરુષોનું યોગબળ કાર્ય કરતું હોય છે. જીવની શ્રદ્ધા, સત્પાત્રતા અને ગણધર જેવા પુરુષોનું યોગબળ જીવને આત્મકલ્યાણરૂપ થાય છે. પ્રથમ પૂ. આચાર્ય ભગવંતોનો સમાગમ :
બંગલામાં અન્ય વ્યવસ્થા સારી, અને દહેરાસર એટલે વિહાર કરતા સાધુભગવંતોનો લાભ મળતો. એક દિવસ-રાત રોકાઈ જતા એટલે સાધુ સંપર્ક અને ઉપદેશનો પણ લાભ મળતો.
સંત-સમાગમથી ભાવનાઓ જાગી અને પ્રથમ વાર ચોમાસાનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. સવિશેષ કથાનુયોગ પણ ખૂબ લાભદાયી બન્યો. નોવેલોનું સ્થાન ગૌણ બન્યું અને ધર્મકથાઓનું સ્થાન મહત્ત્વનું બન્યું. વળી પર્યુષણમાં પ્રથમ વાર જ છ૪, અઠ્ઠમ કર્યા. વડીલે તેનો ઉત્સવ પણ ઊજવ્યો. વાસ્તવમાં આ પુણ્યયોગ હતો, તે આજે સમજાય છે. તાત્વિક ધર્મની સમજ ન હતી. ત્યારે એવા ઉપદેશની પ્રથા પણ ગૌણ હતી. ગુજરાતી ભાષામાં તેવું સાહિત્ય ઉપલબ્ધ ન હતું. એ તાત્વિક બોધ માટે ભૂમિકા જોઈએ તે ખેડાતી હતી એવું આજે લાગે છે. હા, ભલે તેને ચાર, પાંચ, છ દસકા લાગ્યા. પરંતુ બીજ વાવાઈ ચૂક્યું હતું. કેવળ ક્રિયાત્મક ધર્મ છતાં મારો અનુભવ એ થયો કે તે ક્રિયાએ મારા માટે ભાવિ આધ્યાત્મિક વિકાસનાં દ્વાર ખોલી આપ્યાં. કશું નિરર્થક ન ગયું. આજે પણ કોઈ કિયાનો નિષેધ કરે ત્યારે મારો આ અનુભવ હું કહું છું.
“તેઓને' કંઈ સૂત્ર કે શાસ્ત્રાભ્યાસ ન હતો પણ પ્રભુભક્તિનો સંસ્કાર હતો. સરળતા તો તેમને આત્મસાત હતી. કહેતા કે ““વાંચવું, ગોખવું, એમાં મારું ગજુ નહિ અને ભેજું નહિ. પણ તું કરે તો બહુ આનંદ આવે. વળી આપણે ભેદ કેવા? મારું એ તારું અને તારું એ મારું “હું કહેતી” મહારાજજી કહેતા કે જે કરે તેને જ ફળે”.
તરત જ જવાબ આપતા, “પણ હું કરવામાં સાથ આપું એટલે મને અનુમોદનનો ભાગ મળે.” આમ અમને તે વખતની ભૂમિકા પ્રમાણે વ્રત, તપ અને ધર્મક્રિયામાં આનંદ આવતો. સાંસારિક સુખ પણ આનંદથી ભોગવતા. ત્યારે કંઈ ત્યાગ-વિરાગનો એક કણિયો પણ સ્પર્યો ન હતો. મારી મંગલયાત્રા
વિભાગ-૩
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org