________________
હતી. પણ તે કાળે એમ મનાતું નહિ. લગ્ન પછી બે વર્ષે પુત્રપ્રાપ્તિ થઈ. ભાઈ જાણે આ અવસરની રાહ જોતા હતા. સમાચાર મળ્યા અને એક કલાકમાં સગાં-સ્વજનોને પેંડા વહેંચાઈ ગયા.
તે સમયે દીકરી પ્રસૂતિ માટે પિયર માતાપિતાને ત્યાં જતી. પિતૃગૃહે સદ્ભાગ્યે સ્વાસ્થ્ય સારી રીતે જળવાયું. બાળકનો પણ પુણ્યયોગ જબરો હતો. બે મહિને ઘરે આવું તે પહેલાં તો બાળકને માટેનાં બાબાગાડીથી માંડીને પાંચ વર્ષનો થાય ત્યાં સુધીનાં પલંગ આદિ બધાં સાધનો તૈયા૨ હતાં. ચાંદીનાં રમકડાં અને ઘૂઘરા સાથે, બધાના હાથમાં જ ફર્યા કરે. સંપન્ન રીતે ઉછેર થયો. તેનું નામ ભૂપેન્દ્ર રાખ્યું પણ પછી તે ‘અતુલ’ નામે ઓળખાતો. તે દિવસે ઘરમાં નાનો ઉત્સવ થયો.
ભાઈમાં, કુદરતી રીતે કુટુંબમાં બાળકો અને વ્યક્તિ માટે સ્નેહ. રાગ હતો. તેઓ પ્રત્યે તેમને ઘણો રાગ... તેમાં પણ તેઓના જન્મ પછી ત્રેવીસ વર્ષે પૌત્ર જન્મે એટલે ભાઈને આનંદ આનંદ. તે કાળે વડીલોમાં આવું મનાતું ‘મૂડીનું વ્યાજ વહાલું’.
અતુલ માટે ઘરમાં ચારે બાજુ પુણ્યયોગ હતો. તેની ખૂબ સંભાળ લેવાતી. રમકડાં વિગેરેની તો વિપુલતા હતી. તેઓ તો તેની બધી જ ઇચ્છા પૂરી કરતા. ત્યારે મારે કોઈ વાર નાનો ઝઘડો થતો કે લાડથી બાળક બગડી જાય. તેઓ જવાબ આપતા, ‘‘બાળક લાડ ન કરે, તોફાન ન કરે તો આપણે ક૨વાનાં છીએ ? મોટાં થાય એટલે બધું સમજતાં થાય. આમ અતુલને લાડ લડાવવામાં આખું ઘર એક બાજુ અને હું એક બાજુ થતી એટલે મારું કાંઈ ચાલતું નહિ. ત્રણ વર્ષે બાલમંદિરમાં મૂકવાનું કહ્યું તો ભાઈ કહે, ‘‘હજી ઉતાવળ શી છે ? રમવાનો સમય છે. ૨મવા દો ને.'' જોકે તે સમયે પાંચ વર્ષે શિક્ષણ ફરજિયાત હતું.
,,
એ સમયે નાની ઉંમરમાં લગ્ન થતાં એટલે બાળકો નાની ઉંમરમાં થાય. હું ધારું છું કે મા-બાપ જ હજી બાળક જેવા હોય તેમને બાળકને ઉછેરવાની શું કુશળતા હોય ! છતાં ઘરમાં વડીલો આ જવાબદારી વધુ રાખતા અને સંયુક્ત કુટુંબમાં બાળકોને સહેજે શિક્ષણ મળી રહેતું. જોકે અમારે તો ઘરમાં એક જ બાળક. બહેન તેમનાં બાળકો સાથે રજામાં આવે ત્યારે અતુલને બહુ જ ગમતું. એટલે બધાંની સાથે જમવા કરવાનું
વિભાગ-૩
મારી મંગલયાત્રા
Jain Education International
હૃદ
For Private & Personal Use Only
www.jainelibrary.org