________________
સરળ રીતે થતું અને સમૂહજીવનનું શિક્ષણ પણ મળતું. તે દિવસોમાં અતુલની સ્નાનાદિની સર્વ જવાબદારી ફઈબાની થઈ જતી. લક્ષ્મીબાનો (ભાભી કહેતાં) સાધુ મહાત્મા સાથેનો પરિચય અને ફીટના દર્દીની વિદાયઃ
ઘરમાં દહેરાસરના નિમિત્તે સાધુ સંતોનું આગમન થતું રહેતું. એક વાર પંજાબ બાજુથી શ્રી વલ્લભવિજય સાધુ મહારાજ પધાર્યા. તેમનું ચાતુર્માસ બાજુની સોસાયટીમાં થયું. તેઓનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. શાંત પ્રકૃતિના હતા. વસ્તૃત્વ પણ વિશાળ અને રસપ્રદ હતું. અવાજ બુલંદ હતો. તેમના વ્યાખ્યાનથી સૌ પ્રભાવિત થતાં. ઘરે પધારેલા એટલે ભાભીએ તેમની વૈયાવચ્ચ કરેલી તેથી પરિચય થયેલો. ભાભી તેમનાથી ખૂબ પ્રભાવિત થયાં. તેમના બોધથી ધર્મમાર્ગે વળ્યા. પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાનો કરતાં થયાં. તેમને જીવનમાં એ એક સુખદ સમય લાગતો. વળી આ મહાત્મા મંત્રના જાણકાર હતા. ભાભીને ફીટ-હિસ્ટીરીયાનું દર્દ હતું. તેમને સપત્નીનું નડતર છે તેમ મનાતું. ભાઈએ કાળજીપૂર્વક ઘણા ઉપચાર કર્યા હતા. પણ દર્દ શમ્યું ન હતું. - જ્યારે ફીટ આવે ત્યારે પછડાતા, ઊછળતા, ભાઈ અને ઘાટી જોરથી પકડી રાખતા. મહારાજે આ દર્દ દૂર કરવાનો મંત્ર આપ્યો. તેની વિધિ બતાવી. કાળા રાતા કપડાં પહેરી રાત્રે જાપ જપતા. બારણે લીંબુ બાંધતા. આવું બધું કંઈ કરતા, આ જોઈ મને તો ઘણો ગભરાટ થતો. આખરે મંત્ર વડે તેમની ફીટ દૂર થઈ, મૂળમાંથી દર્દ ગયું. તે હકીકત નજરે જોઈ. આ કારણે ભાભી મહાત્મા પ્રત્યે ખૂબ આકર્ષાયા. સંબંધ નિર્દોષ હતો. જો કે ભાભીને આમે ઘરમાં રસ ન હતો. હવે તેમને ભાઈ પ્રત્યે પણ કંઈ રસ ન રહ્યો. મહાત્મા પાછળ ફરવું, ધન ખરચવું, ધનની સતત માંગણી. આ એમના જીવનમાં ક્યારેય ન મળ્યું હોય તેવું સુખદાયી હતું. પણ પુરુષમાં એ ચલાવી લે તેવી ઉદારતા ન હોય ! એટલે પરિણામે ભાઈ-ભાભી વચ્ચે સંઘર્ષ વધી પડ્યો. કોઈ વાર તેમાં અમે પણ લપેટમાં આવી જતાં.
વળી એ મહાત્માએ મંત્ર માટે શુદ્ધિનું વિધાન આપેલું, કે તેમણે સ્નાન કર્યા પહેલાં પૂર્ણ શુદ્ધિ સાચવવી. સ્નાન પછી અમુક કલાક મંત્રમારી મંગલયાત્રા
૬૭
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org