________________
મળ્યું હતું. એટલે સામાયિક કેમ કરવું તે મૂંઝવણ હતી.
બહેને કહ્યું તેમ બેઠી. પછી કહે ‘સ્થાપનાચાર્ય સ્થાપ’. મારે માટે આ દુનિયા સાવ નવી. આજે વિચારું છું કે મેં એ પહેલા સ્થાપનાચાર્ય જોયા હશે ? શાળાજીવનના મોનિટર ભારે મૂંઝવણમાં મુકાયા ! બહેને સામાયિક લેવરાવ્યું. મનની દશાથી કહું તો માંડ માંડ પૂરું થયું. આખી બાંધી નવકારવાળી ગણવી, જાણે માથે મણનો બોજો. મોટેથી નવકાર બોલતાં જીભ જ ન ઊપડી, પસીનો વળી ગયો.
આ પરિસ્થિતિનો અંદાજ પામી બહેન કહે, ‘‘આપણને જૈન ધર્મ મહાપુણ્યે મળ્યો છે. અને નવકાર જેવાં સૂત્રો ન આવડે ? ધર્મ ન કરીએ તો માનવભવ નકામો જાય. વળી આ ઘ૨માં તારા માટે કેટલી મોકળાશ છે ! ધર્મ કરવાનો આવો અવસ૨-સમય તો અમને મળતો નથી.’’ તેમણે તો બધું સારું જ કહ્યું પણ પેલા મોનિટરનું અહમ્ ઘવાયું. મનને દુ:ખ પહોંચ્યું. પ્રારંભમાં મનમાં અણગમો પેદા થયો, પરંતુ શાંતિથી સાંભળી રહી. જોકે એ ઠપકો રુચ્યો નહિ. એ ઠપકો ન હતો પણ વય નાની એટલે જોઈએ તેવું ઘડતર થયું ન હતું ને ? તેથી મન દુભાયું.
બાપુજીને ત્યાં તો સવારે તૈયાર થઈ શાળાએ જવું. આવીને લેસન કરવું. સાંજ પડે સખીઓ સાથે કૂકા, કચીયા અને કચૂકા વડે રમવું. આ સિવાયની બીજી દુનિયાની ખબર ન હતી. જીવનમાં ફરિયાદનો નજીવો પ્રસંગ :
રાત્રે ઓરડામાં તેઓ આવ્યા, કદાચ નાની વયને કારણે કે ગમે તેમ મારા મોં પર જાણે કેવુંય દુઃખ પડ્યું હશે તેવું રડમસ મુખ જોઈ તેઓએ પૂછ્યું. ત્યાં તો નયન સજળ બન્યાં. આજે તો આમાં કેવળ અક્કલમંદતા જ જણાય છે. એ કંઈ વિશેષ યાદગાર પ્રસંગ પણ ન હતો. પણ સમય સમયને માન છે ને ?
તેઓ સમજદાર, ખૂબ લાગણીપ્રધાન. એમનું વ્યક્તિત્વ પ્રેમથી સભર, પુત્ર તરીકે પિતાનો, લક્ષ્મીબા (ભાભીનો) આદર રાખે. તેઓને પણ પુત્ર પ્રત્યે ઘણો પ્રેમ. બહેનોને ભાઈ વહાલો. નોકરોને નાના શેઠ વ્હાલા. ભાણાઓને મામા વહાલા. સૌને માટે પ્રેમમૂર્તિ. અમે પણ અન્યોન્ય પ્રેમના ધાગે બંધાયા હતા.
મારી મંગલયાત્રા
Jain Education International
૬૧
For Private & Personal Use Only
વિભાગ-૩
www.jainelibrary.org