________________
હતું. સાસરે ખૂબ આવકાર મળ્યો. સાહજિક વૃત્તિ અનુસાર પતિનો યોગ પણ સુખદ હતો. તેઓ પ્રસન્નચિત્ત હતા. તે દિવસોની પ્રસંગની વિધિઓ પૂરી થઈ. મહેમાનો, સગાં સૌ વિદાય થયાં. મારું હવે ઘરમાં રોજિંદું જીવન શરૂ થયું હતું. ગૃહસ્થજીવનનું શિક્ષણ :
બાળપણથી સાસરે આવતી એટલે સૌ પરિચિત હતાં, છતાં સંયોગાધીન ફરક હતો. વાસ્તવમાં નવા જીવનનો પ્રારંભ હતો. બાપુજીને ત્યાં કંઈ કામની જવાબદારી ન હતી, છેક સુધી શાળાએ ગઈ એટલે ગૃહકાર્યની કુશળતા ન હતી. વળી સાસરે નોકરચાકરો, સાધનસામગ્રીની વિપુલતા, વસ્ત્રાલંકારની વૃદ્ધિ, સુધારક વિચારના એટલે રહેણીકરણી મારે માટે કંઈ નવી લાગે.
ઘરમાં ટેલિફોન હતો. થોડા દિવસ પછી એક વાર ફોન આવ્યો. પાંડુ કહે ભાભી ટેલિફોન લેજો . ત્યારે ભૂંગળા ફોન હતા. કયું કાને લાગે કયું મોટું લાગે તે ખબર નહિ. મેં લીધો નહિ, એટલે પાંડુએ લીધો તે બરાબર જોઈ લીધું. “મોનિટર” આમ અબૂઝ હતા.
ઘરના ઠાઠમાઠમાં ગોઠવાતી ગઈ. “ભાઈ કંઈક સૂચના આપતા, લક્ષ્મીબા ભરતગૂંથણ તથા ગાવામાં ઘણાં કુશળ હતાં. અને તેઓ એમાં જ ગૂંથાયેલાં રહેતાં. મને પણ ભરતગૂંથણ હાથમાં આપ્યું. મારે માટે એ પણ નવું જ હતું. છતાં શીખતી, રોજ ત્રણચાર કલાક ભરતકામમાં સમય જાય. ભાઈને આ બધું પસંદ નહિ. શનિ-રવિ શારદાબહેન આવે, વડી પાપડ જેવાં કામ કાઢે તે શીખું. બુદ્ધિશક્તિ હતી એટલે વાર ન લાગતી. “મોનિટર” નપાસ થયા :
એક વાર રસોઈયો દેશમાં ગયો. પાંડુએ દાળ ચઢાવી રાખી હતી તેમાં મસાલો ર્યો. મૂંઝાતા મુંઝાતા શાક કર્યું. રોટલી સરખી આવડે નહિ. બાપુજીને ત્યાં બા, બહેન, કોઈ વાર રસોઇયો હતો તેથી જમવા સિવાય રસોડું જોયું જ ન હતું.
પિતા-પુત્ર સૌ જમવા બેઠા. ભાઈ રમૂજી હતા. દાળ ખાઈને કહે આજે વેવાઈએ ગોળનો રવો મોકલ્યો લાગે છે. સવારે જેમતેમ પત્યું. ભાઈને એમ કે સાંજે ખીચડી-કઢી-ભાખરી-શાક કરે તો સહેલું પડે. તે મારી મંગલયાત્રા
પ૭
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org