________________
ઠાઠથી કર્યા હતા.
ઈ.સ. ૧૯૩૬માં અમારાં લગ્ન લેવાયાં. લગ્ન એ માનવજીવનનો ઉત્સવ છે. આજે લગ્ન તો બધા હોંશથીજ કરે છે, છતાં અત્રે સહેજ વર્ણન પ્રસંગોપાત્ત જણાવું છું. સાસરે દસ દિવસ પહેલાં ઉજવણી શરૂ થઈ. અઠ્ઠાઈ મહોત્સવથી શુભ પ્રારંભ થયો. ગરબા-ગોયણીઓ પણ ખરાં. તેમાં જ્યાં જ્યાં પુત્રવધૂને બોલાવી શકાય તે પ્રમાણે મારે આવવાનું. આમ ઘણો ઠાઠમાઠ ગોઠવાયો. દસના વીસ ખર્ચાય તો વાંધો ન હતો. પુત્ર ખૂબ વિનયી, કુશળ, પિતૃપ્રેમનો આદર્શ એટલે પિતા-પુત્ર ખૂબ જ પ્રસન્ન રહેતા. પૂરું કુટુંબ આનંદમાં હતું. કુટુંબમાં ભાઈની ખૂબ સુવાસ હતી એટલે કુટુંબના અન્ય સૌ આ પ્રસંગમાં પ્રસન્ન હતા. ત્યારે બાપુજીના પક્ષે મૂંઝવણ :
આ બાજુ મારા પિયરપક્ષે જાણે સોપો પડી ગયો હતો. બાપુજીને મારાં લગ્ન તો ઉત્સાહથી કરવાં હતાં. તેમના વિચારમાં ઠાઠમાઠ કંઈ ઓછો ન હતો પણ ભાગ્ય રૂક્યું હતું. કાપડની પેઢીની તો વસ્તી થઈ ગઈ હતી. શેરબજારમાં રોજે ગુમાવીને જ ઘરે આવતા. એક વાર બાપુજીના શબ્દો બહેને કહ્યા ““ચંપાની પાછળ લક્ષ્મીને પગ થયા છે. એક દીકરી ગઈ અને વધેલી લક્ષ્મીએ પગ કર્યા. બીજી દીકરી વળાવું તે પહેલાં લક્ષ્મીએ છેલ્લા પગ પણ ઉપાડી લીધા !” એમ બાપુજી વ્યથા વ્યક્ત કરતા. ક્યાં જવું, કોની પાસે નાણાં લઈ પ્રસંગ પાર પાડવો તેની મૂંઝવણમાં આનંદ ક્યાંથી હોય? નજીકના, પુત્ર ભાઈ કે ભાગીદાર સાથે તો સંબંધ સમાપ્ત થયા હતા.
એક બાજુ અતિ ઉમળકો હતો. બીજી બાજુ મૂંઝવણ હતી. સામા પક્ષ પ્રમાણે વ્યવહાર નભાવવો પડે. વળી બાપુજીની અંદરની સ્થિતિ હજી જાહેર થઈ ન હતી. સમાજમાં હજી નકરચંદ મગનલાલની ખ્યાતિ હતી. વળી સામા પક્ષે પણ સુંદર આવકારની આશા હોય. ઘણી મૂંઝવણ અનુભવી. આખરે બાપુજી ભાઈ પાસે આવ્યા. એક સમયે શ્રીમંતાઈમાં માથું ઊંચું રાખનાર, બાહોશ, કુશળ એવા પુરુષની ખુમારી ક્યાં અને આજની લાચારી ક્યાં ?
બાપુજી ભાઈ પાસે આવ્યા, તેમણે જણાવ્યું કે “શેઠ, તમારે મારી મારી મંગલયાત્રા
વિભાગ-૩
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org