________________
સાંસારિક પરિણીત જીવનસૌરભ
મારાં લગ્ન લેવાયાં :
૧૯૩૬માં મારી વય ચૌદ વર્ષની થઈ, મારાં લગ્નની તિથિ નક્કી થઈ. સગપણ પછી એક દસકા પછી લગ્ન લેવાયાં હતાં. સગપણ સમયે બંને પક્ષની સ્થિતિ સમાન સંપન્ન હતી. પરંતુ આ દસકામાં પિતૃપક્ષે સ્થિતિ ઘણી પલટાઈ ગઈ. આર્થિક ભીંસ ઊભી થઈ હતી. સાસરું અને પિયર એક પોળ તે માંડવીની પોળની, નાગજીભૂદરની પોળમાં હતા.
લગ્ન સમયે મારી વય તો નાની હતી. તેઓની વીસ વર્ષની હતી, પરંતુ અગાઉ જણાવ્યું તેમ સસરાજીની તબિયત નાજુક હતી, વય વધતી હતી તેથી લગ્ન નાની વયમાં લેવાયા, જોકે તે સમયે એ વય નાની ગણાતી ન હતી.
નેમચંદભાઈની (હવે ‘ભાઈ’ કહીશું) સંપત્તિ વધતી ગઈ. પોળનાં મોટાં બે મકાનો હતાં. વળી ત્યારે “નદીપાર' જ્યાં છુટ્ટી જગા હતી. ચારે બાજુ વનરાજી, ક્યાંક શાકભાજીનાં ખેતરો, રસ્તા ક્યાંક કાચા, હમણાંના ફાર્મ હાઉસ જેવું હતું. એક બંગલો ત્યાં વડીલે ભાડે રાખ્યો. સાંસારિક રીતે સૌ સુખમાં રહેતાં હતાં. બહેનો (નણંદો) પરણીને સાસરે હતી. સાસુ લક્ષ્મીબા શોખીન, મોજી સ્વભાવનાં, ભરતગૂંથણમાં ખૂબ કુશળ, ગાવાબજાવવામાં કુશળ. એમને ઘરવ્યવસ્થા અને વ્યવહાર પ્રયોજન પ્રત્યે રસ ઓછો. લક્ષ્ય પણ નહીં. આથી ભાઈની કુશળતા અને બંને બહેનો અવારનવાર આવી બધુ સંભાળી લેતા. લક્ષ્મીબા પિયરમાં વિધવા માનું લાડકું એક જ સંતાન એટલે અને ઘણી નાની ઉંમરમાં લગ્ન થયાં; આવાં કારણોથી તેમની ગૃહવ્યવસ્થાની કુશળતા ન કેળવાઈ. ખેર, તે સમયના નોકરવર્ગમાં કામની કાળજી જેવા કારણે ઘરવ્યવસ્થા સુંદર રીતે નભતી હતી.
ભારત દેશમાં આમે નોકરવર્ગ ઘણો બહોળો હતો અને છે. તે પ્રણાલીએ આ ઘરમાં પણ બે નોકરો, રસોઈયો, ડ્રાયવર વિ. હતા. શેવરોલેટ ગાડી આંગણે હાથીની જેમ શોભતી હતી. વળી પછીથી બગી (ઘોડાની વિકટોરિયા), નાની મોટર, નાની ઘોડાગાડી જેવાં વાહનો હતા. મારી મંગલયાત્રા
વિભાગ-૩ For Private & Personal Use Only
૫૩
Jain Education International
www.jainelibrary.org