________________
બાપુજીને કંઈ કહેતા નહિ. હા, કોઈ વાર બાપુજી જાણી જતા ત્યારે ઠપકાનો ભોગ અમે બનતાં પણ પછી તો તેમણે તે સ્વીકારી લીધું હતું.
પુણ્યવંતી ચંપાબાના ગયા પછી મોસાળમાં મામાઓ પણ મેળ ન રાખી શક્યા. મોટામામાં તો બહારગામ નોકરીમાં હતા. વચલા અને નાના મામાની પત્નીઓને મેળ ન રહ્યો. સૌ જુદાં થયાં. દાદીને પણ એક ઓરડી આપી જુદી રાખી. બાના શોકથી દાદી નબળી પડી હતી. હવે ઉંમર પણ થઈ હતી. શું રાંધવું, શું ખાવું, એ તેને માટે મોટી વિમાસણ હતી. પોતે જ બાંધેલાં કર્મની કિંમત ચૂકવ્યા વગર છૂટકો ન હતો. પણ અજ્ઞાનવશ નવાં કર્મો બંધાતાં હતાં. દાદી લેશમાંથી બહાર ન આવી. આમ દાદી વહેલી વૃદ્ધ થઈ ગઈ. બોધનો કોઈ યોગ ન હતો. એમ દાદીનું જીવન કર્મના ધક્કે ચઢેલું સમયના વહેણમાં વહેતું હતું. બહેનની વય વધતાં ઊભી થયેલી મૂંઝવણ ઃ * મારા પિયરપક્ષે અને સાસરાપક્ષે નવાં બાનું આવવું, સૌનું કૌટુંબિક જીવનમાં ગોઠવાઈ જવું, એમ જીવન નભતું હતું. લક્ષ્મીબા નિઃસંતાન રહ્યા. પ્રસંગોપાત્ત મારે સાસરે આવવાનું થતું. એમ સમય જતાં મારી વય ચૌદ વરસની થઈ. ત્યારે ચૌદ વર્ષે ખરેખર કન્યા કાયદાથી લગ્નને યોગ્ય ગણાતી. સાસરે એક જ પુત્ર. સસરાજીની તબિયત કંઈક નાજુક એટલે લગ્નની ઉતાવળ કરતા.
આ બાજુ બહેનનું સગપણ થયું ન હતું. તેનું શરીર ઠીક સ્થળભારે હતું. વળી બહેને મનમાં નિશ્ચય કરેલો કે બીજવરને (જેને આગળ પત્ની થઈ હોય) પરણું નહિ. એમ કરતાં એની વય બાવીસ વર્ષની થઈ. તે કાળ માટે આ વય ઘણી મોટી કહેવાય. મારાં લગ્ન માટે આવતું વર્ષ નક્કી થયું હતું. એટલે બાપુજી ખૂબ ચિંતામાં હતા. મોટીનાં લગ્ન કર્યા વગર નાનીનાં લગ્ન કરવાની સામાજિક દષ્ટિએ મૂંઝવણ હતી. બીજવરનાં સંપન્ન ઘર મળતાં હતાં. પણ બહેનની ના હતી. પંથવર જ જોઈએ.
છેવટે ખાનદાન કુટુંબનો યુવાન પંથવર નક્કી થયો. કોઈની પેઢીમાં નોકરી કરતો હતો. બાપદાદાનો ધંધો સંકેલાઈ ગયો હતો. ત્યાં પણ નવાં બા હતાં. અને ખૂબ વસ્તારી હતા. નાનું ઘર હતું પણ પંથવર સાંભળીને બહેન તૈયાર થઈ. એને ખ્યાલ પણ નહિ હોય કે પંથવરના મોહમાં પૂરું વિભાગ-૨
મારી મંગલયાત્રા
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org