________________
હતા, પરંતુ ભાગ્ય રૂઠયું હતું ને ?
કહે છે, “સુખ વેળા - સ્વજન ઘણા, દુઃખ વેળા વિરલા સંસાર” અશુભનું પરિણામ એવું છે. સંપત્તિ ગઈ, આપત્તિએ બરાબરનું જોર કર્યું. ભાઈનો સંબંધ ગયો. પુત્ર પણ જુદો થયો. અન્યોન્ય સંબંધો ન રહ્યા. દુકાનમાંથી ભાગીદાર, મામા સૌ વિદાય થયા. દુકાન વસ્તી થઈ. બાપુજી એકલા રહ્યા. અને શેરબજારનો વ્યાપાર કરતા રહ્યા. તેમના ભાગ્યે દુઃખ જ ઊભું થયું. વ્યાજ જાય પણ સમૂળગી મૂડી અને અન્ય સાધનો હોમાઈ ગયા તેવી સ્થિતિ થઈ.
કોઈ આશ્ચર્ય ન પામશો, પણ બોધ પામજો. જીવ દુઃખને કેવું આમંત્રણ આપે છે? અહીં વિષયાંતર નથી કરવું. જૈન દર્શનમાં કથાની પ્રણાલી જ “પોળમાં પોળની જેમ', કથામાં કથાની છે. વળી આમાં મારી બાપુજીના દોષદર્શનની રજૂઆત પણ નથી. કેવળ સંસારમાં જન્મેલા જીવોને, સંબંધોમાં પણ કેવા પુણ્યયોગની જરૂર છે કે જેના કારણે માનવજીવન સુખેથી જીવી શકાય. એમાં મહાપુણ્ય હોય તો ધર્મમાર્ગે જીવીને નિકટ મુક્તિગામી થાય. નહિ તો અંજામ દુઃખમય જ છે.
વચલા મામા જે બાપુજીની પેઢીમાં બેસતા હતા. શેરબજારમાં જતા બાપુજીનું ધ્યાન આ પેઢીમાં રહેતું નહિ. અને સાળાની બહુ કુશળતા નહિ, એટલે કંઈ ને કંઈ વાંધો પડે. તેમાંથી થયો ઝઘડો અને તેમની સાથે પણ સંબંધ સમાપ્ત થયો. દુકાન પણ આખરે વસ્તી થઈ. આ વિષમતાનો ભોગ બની બિચારી દાદી (નાની) :
સૌને સાંભળીને આશ્ચર્ય થશે કે આના છાંટા કયાં ઊડ્યા? બાપુજી સાથે મતભેદ થતાં મામાઓ સાથે સંબંધ ન રહ્યો. આ પરિણામનો ભોગ દાદી અને અમે ત્રણ ભાઈ-બહેન પણ બન્યાં. બાપુજીએ બહેનને બોલાવીને જણાવ્યું : ““તમારે ત્રણે બાળકોએ મોસાળ પગ ન મૂકવો. એ ઘરનું પાણી પણ ન પીવું, દાદીને મળવું નહિ.” બાપુજીની કહેવાની કડકતા એવી હતી કે કોઈ કંઈ બોલવાની હિંમત ન કરે. શારદાબાનું પણ આમાં કંઈ બાપુજીને કહેવાનું કોઈ ગજું નહિ. દાદીના પણ પૂર્વ જન્મનાં પાપ ઉદયમાં આવ્યાં હશે ? અમે પણ તેના ભાગીદાર હોઈશું ને ? જો કે બાપુજી અમારા પર પ્રેમ રાખતા, સંભાળ લેતા. પરંતુ આ બાબતમાં વિભાગ-૨
મારી મંગલયાત્રા
४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org