________________
પ્રદેશથી કોઈ સંપન્ન કુટુંબ યાત્રાએ આવેલું, માર્ગમાં નાણાં ખૂટયાં. જાતે ખૂબ જ ઉત્તમ અને શ્રીમંત વહોરા કુટુંબ. તે કુટુંબને કંઈ પણ પરિચય વગર વડીલોએ નાણાં ધીર્યા હતાં. તેથી તેણે પોતાના માનભર્યા એ પરિચયમાં ““વહોરા” શબ્દ અમારા વડીલને આપ્યો હતો.
વળી કોઈ વડીલ કહેતા તે સમયે સુરત તમારા વડીલો સાધુ મહાત્માઓને વોહરાવવાનો ખૂબ લાભ લેતા આમ વોહરાવવાવાળામાંથી વોહોરા રહ્યું. જે હોય તે પણ અમે ““વોરા” નહીં પરંતુ “વહોરામાંથી ઓળખાઈએ છીએ. સમયનું વહેણ વહ્યું જતું હતું ?
અમારું બાળકોનું જીવન ભણવામાં, પુરુષોનું જીવન વ્યાપાર-ધંધામાં, સાંસારિક પ્રવૃત્તિઓમાં, સુખભોગમાં, પત્નીઓનું જીવન ઘર-વ્યવહાર સંભાળવામાં પસાર થઈ રહ્યું હતું. જાણે કંઈ જ બન્યું નથી ! અને જે ચાલે છે તે ઠીક છે તેમ સમયના વહેણમાં સૌનું જીવન જોતરાઈ ગયું હતું.
ચંપાબાની ચિરવિદાયની, જ્યારે આજની ભૂમિકાએ એ સંયોગો તરફ દૃષ્ટિ કરું છું ત્યારે એમ જણાય કે ક્યાં ગયો એ દિવસનો કલ્પાંત,
ક્યાં ધરબાઈ ગઈ એ સમયની કરુણ પરિસ્થિતિ? અનાદિ કાળથી સંસારના આવા પ્રકારો, એ જાણે જીવને સદી ગયેલો ક્રમ છે. કોઈ મર્યું નથી, અને કોઈને મરવાનું નથી ! દુઃખને માથે ઉપાડીને ઓછું ફરવાનું હોય ? વૈરાગ્યનો કોઈ અંશ જણાય તેવા પ્રકાશનું કોઈ ચિહન ન હતું. જોકે વૈરાગ્ય જેવો વિચાર ઝબકે એવું યોગબળ અને સત્સંગ ક્યાં હતાં ? અને હતાં તો આ પંચમકાળમાં અંતરની રુચિ થવી દુર્લભ જ મનાઈ છે. ત્યારે સાધુજનોના ઉપદેશનું સાધન તો હતું જ, પરંતુ સાંસારિક જીવનના મોહમાં એ ઉપદેશ મોહના કવચને ભેદી શકતો ન હતો. આજે પણ મોહનું સામ્રાજય પ્રગટ જ છે ને ! બાપુજીના ગ્રહનો પલટો :
શારદાબાને ચંપાબાની જેમ સંતાનપ્રાપ્તિનો યોગ હતો. પણ ધનપ્રાપ્તિના યોગમાં તેમનું ભાગ્ય નબળું નીવડ્યું. તેમાં તેમનો દોષ ન હતો. પૂર્વ કર્મનો તેવા પ્રકારનો ઉદય હતો. બાપુજીનો કાપડનો ધીકતો ધંધો ચાલતો હતો. બજારમાં નકરચંદ મગનલાલનું નામ હતું. પણ ભાગ્યે વિભાગ-૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org