________________
પ્રશ્ન કોણ ઉઠાવે ? અને તેનો ઉપાય શો ?
કુંવારી કન્યા માટેનું મૂલ્યાંકન કુટુંબ ખાનદાન છે, ઘર મોટું છે, સાધનસંપત્તિ છે. છોકરાં હોવાં તે કંઈ અગત્યનું ન મનાતું. પુરુષને માટે પત્નીનું સુખ મળતું, ઘરની સંભાળ લેનાર પત્નીની જરૂર જણાતી. બાળકને ભલેને પણ ઓરમાન “મા” મળતી. એ કન્યા નામે સુભદ્રા, પણ આગળની પત્નીની દીકરીનું નામ સુભદ્રા હોવાથી નામ બદલાયું. ચૌદ વર્ષની એ કન્યા હવે લક્ષ્મી (સાસુ) નામે નેમચંદભાઈ સાથે પરણીને સાસરે આવી ત્યારે સપત્નીની કન્યાઓ સમવયસ્ક હતી. નેમચંદભાઈને પગે ખોડ હતી. પરંતુ કુટુંબ ખાનદાન, સાધનસંપન્ન આથી એ સુંદર કન્યા સાથે લગ્ન થઈ ગયાં. લક્ષ્મીબાની હાજરીમાં મારું સગપણ થયું હતું. બાળપણના સગપણને યોગ્ય પ્રસંગો :
યોગાનુયોગ મારું પિયર અને સાસરું એક જ પોળમાં હતું, બન્ને ઘર વચ્ચે ચાલતા જવામાં ત્રણચાર મિનિટ થતી. એક જ દીકરો અને પિતા હોંશીલા. અવારનવાર પ્રસંગે પુત્રવધૂને બોલાવવાની હોંશ થાય. આ બાજુ બાપુજી સંપન્ન હતા. છસાત વર્ષની મારી ઉંમર, સાસરાની કોઈ ગતાગમ નહિ, સુંદર વસ્ત્રો અને દાગીનાની સજાવટ, માથે સાચા જરીની ભરેલી મખમલની ટોપી, આખા પગનાં મોજાં-બૂટ, કંઠમાં મોતીનો કૉલર, પૂરી સજાવટ કરીને બાપુજી જોઈને હરખાતા, સાસરે મોકલતા. સાસરે લક્ષ્મીબા હરખાતાં, સસરાજી ખોળામાં બેસાડતા. સાસરે પણ લાડ-પ્રેમ, ખાવાપીવાની મોજ. આમ સાસરે જવામાં પણ બાળસુલભ આનંદ હતો. બહેનો આ બધું આનંદથી કહેતાં.
સાંજે વિદાય થતાં મીઠાઈનું પેકેટ. દિવાળી હોય તો ફટાકડાનું બૉક્સ લઈને બાપુજીના ઘેર જવાનું. શ્વસુર પક્ષની સંપન્નતા. તમે જ કહો બાળપણમાં આ બધું સગપણનું ગળપણ ખરું ને? (બહેનો પાસેથી સાંભળેલું)
સસરાજીએ મુંબઈ વ્યાપારક્ષેત્રે વિસ્તાર કર્યો. વ્યાપારી કુશળતા અને બાહોશીથી ઘણી સફળતા પ્રાપ્ત કરી. આમ પતિનો અભ્યાસ મુંબઈ થયો. વળી વ્યાપારમાં ભાગીદારો છૂટા થતાં સસરાજી પુન: અમદાવાદ પાછા આવ્યા. નવી પેઢી શરૂ કરી, તે આજે પણ ઓળખાય છે સી. કે. વોહોરા ઍન્ડ કં. “સી” અને “કે” અન્ય ભાગીદારો વોહરા નેમચંદભાઈ. વિભાગ-૨
મારી મંગલયાત્રા
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org