________________
ભુલાવ્યા. કાપડનો ધંધો ત્યજી શે૨બજા૨માં ઝુકાવ્યું. અને સંપત્તિના વહેણ ઓસરવા માંડયાં. અશુભનો યોગ ચારે બાજુથી ફૂટી નીકળ્યો. જોકે હજી બાપુજીના મગજની ખુમારી સતેજ હતી.
બાપુજીનાં માતા-પિતાની હયાતી હતી, મોટાભાઈ હતા. માતાપિતા બંનેના ઘરે રહેતાં. ઘર વિગેરેના ભાગ વહેંચવામાં કંઈ વાંધો પડ્યો. ભાઈ-ભાઈના સંબંધ મટી ગયા. સંપત્તિની પનોતી સાથે બાપુજીની પ્રેમ-સગાઈ-સંબંધની પનોતીનો જાણે પ્રારંભ થયો.
જ્ઞાનીઓ કહે છે અહો ! અજ્ઞાનવશ જીવો જડ પદાર્થના મમત્વને કારણે, અને એ મારા છે એવા અહમ્ના કા૨ણે જીવો સાથે વેર બાંધી ત્રણે કાળનું દુઃખ વહોરે છે. એક તો ભૂતકાળનો પૌદ્ગલિક પદાર્થોના પરિચયથી પડેલા દુઃખદાયી રાગનો સંસ્કાર, વર્તમાનમાં તેના ઉદયને આધીન રહી શુદ્ધ સ્વભાવથી ચ્યુત થવું, અત્યંત દુઃખદાયક છે. દૂરિત કર્મ, જે રડતા પણ જીવે ભોગવવું પડે છે. જે પદાર્થો માટે મોહ કર્યો હતો તે પદાર્થમાંથી એક ૫૨માણુ જેટલો અંશ પણ સાથે લઈ જવાતો નથી, છતાં ઘોર અજ્ઞાનવશ જીવ જીવનના મર્મને અને ધર્મને ગુમાવી દે છે. કર્મનો નચાવ્યો નાચે છે. મહદ્ અંશે આપણી સૌની સ્થિતિ આવી છે. ઋણાનુબંધની વિચિત્રતા પણ એવી કે કોઈ નિમિત્ત મળતા પ્રેમસ્નેહ, નષ્ટ થઈ જીવોમાં વે૨-વૃત્તિ સ્થાન લે છે. એવું કંઈક બાપુજીના જીવનમાં બન્યું તે કર્મની વિચિત્રતા જ હતી. વળી અહીં એ અટકયું નહીં. આ હકીકત કોઈ વ્યક્તિની છે તે માનીને લખવી નથી. પૂર્વના સંચિત અશભ કર્મના ઉદયે ઘેરાઈ જતાં જીવોની દશાનું આ ચિત્ર છે. એમ સમજીને લખું છું. સૌને માટે વિચારણીય છે. આજે વિચારું છું ત્યારે તેમાં ઘણો બોધપાઠ મળે છે.
બાપુજી આમ તો તે સમયના સાધુભગવંતોના કંઈક પરિચયમાં હતા. વ્યાખ્યાનમાં પ્રશ્નકર્તા હતા. પૂજાઓ રાગ-રાગણીમાં ભણાવવામાં કુશળ હતા. ચંપાબા ગુણિયલ હતાં. શારદાબા તો ભલાં હતાં. વળી એ કાળે સ્ત્રી જવલ્લે જ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી. જોકે સ્ત્રીઓ એવા કૌટુંબિક ક્લેશમાં સામેલ ના જ હોય એવું માનવાનું નથી. છતાં શારદાબાની ભલાઈ હતી તે ક્લેશમાં પડતાં નહિ. ખેર ! બાપુજી બુદ્ધિ પ્રતિભાવાળા
મારી મંગલયાત્રા
૪૫
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org