________________
બાંધછોડ શક્ય ન હતી. લાગણીપ્રધાન છતાં બાપુજી આમ ઉગ્ર કેમ થયા તે સમજવાનું ત્યારે અમારું ગજું ન હતું.
બહેન કહેતી, એ દિવસે ચંપાબા ગુજરી ગઈ હતી અને મનને જેવો ઘા પડ્યો હતો તે જાણે પુનઃ ખોતરાયો. આપણે હવે દાદીને મળવાનું નથી એમ કહી, અમને પાસે બેસાડી ખૂબ રડી. તેણે ઘણાં વર્ષો પછી આ વાત કહી ત્યારે અમારાં મન દ્રવી ગયાં હતાં. આજે એ વિચારી શકું છું કે કોઈ ખૂણે બેસીને કોઈને એવા વિયોગ કરાવવામાં, કરવામાં, અનુમોદવામાં દોષ કર્યા હશે તેનું જ, આ પરિણામ હશે. વાસ્તવમાં “એ કર્મ તણો પ્રસાદ !' દાદી બિચારી તો હતી જ, હવે કયો શબ્દ વાપરવો !?
અમારા કરતાં દાદીની હાલત હૃદયને કંપાવે તેવી હતી. તે કહેતી, ચંપાના ગયા પછી મારું જીવન એક શ્રાપ જેવું થયું છે. તમારાં મોં જોઈ જીવતી હતી હવે તો પ્રભુ મને જ ઉપાડે તો સારું ! પણ દિલ કાંઈ ઝાલ્યું રહે ! અમારા ઘરની પછવાડે એક દૂરના સગા રહે. તે સૌ ભલા હતા. એક દિવસ ત્યાં દાદી આવી. તપાસ કરી. નકરચંદ ઘેર નથી. બાજુવાળાને કહે : મારાં બાળકોને બોલાવોને ! એ બહેને બારીમાંથી ધીમેથી બહેનને બૂમ પાડીને કહ્યું, “તમારાં દાદી આવ્યાં છે.”
બહેન કહેતી, પ્રથમ તો હું મૂંઝાઈ ગઈ. પણ હિંમત કરીને ગઈ. પ્રથમની થોડી મિનિટો શું થયું તેનો વાંચનારને ખ્યાલ આવ્યો હશે. બાના મૃત્યુના રુદનને યાદ કરાવે તેવું બંને વળગીને રડ્યાં. અમે ભાઈબહેન તો શાળાએ ગયાં હતાં. છેવટે પાડોશીએ સમજાવી છાનાં રાખ્યાં.
દાદીના પ્રેમ માટે શું લખું ? સાલ્લાને છેડે થોડાં કાજુ, દ્રાક્ષ, બદામ બાંધીને લાવી હતી. બહેનને સૂચના આપી, “ભાઈલાને ઘણું ભણાવવાનો છે એટલે બદામ એને આપજો. અને તમે બંને બહેનો કાજુ ખાજો.” એ કાળ માટે આ વિચારસરણી સ્વાભાવિક હતી. અમને સ્વીકાર્ય હતી. વસ્તુઓ કીમતી હતી કારણ કે સાથે દાદીના હૈયાનું હેત હતું.
પછી તો મહિને એકબે વાર છૂપી રીતે દાદી આવતી. કાજુ, બદામ છેડે બાંધીને લાવતી. અન્યોન્ય મોઢાં જોઈને આશ્વાસન મેળવતાં. સરળ ચિત્ત શારદાબા તેમને આ લાગણી સમજાતી કે ગમે તેમ, તે જાણતાં પણ મારી મંગલયાત્રા
વિભાગ-૨
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org