________________
ધંધો લોખંડનો હતો. નેમચંદભાઈને બાળકો “ભાઈ' કહેતા. જગતચંદ્રને બાબુ' કહેતા. નોકરો મોટા શેઠ અને નાના શેઠ કહેતા.
ત્યારે મારી વય ૧૧ વર્ષની લગભગ હતી. નાનાં નણંદ શારદાબહેનનાં લગ્ન લેવાયાં. લક્ષ્મીબા પહેરવા-ઓઢવાના શોખીન હતાં, સંપન્નતા હતી, ભાઈ એમાં સાથ આપતા. મુંબઈ ખરીદી માટે ગયા હતા.
ત્યાં પોતાના માટે કર્યોfટની મોટા ચમકતા ટીકાવાળી સાડી અને બીજી વસ્તુઓ ખરીદી. મારે માટે ચણિયો, ચોળી, ઓઢણી, ચમકતા (ખોટા હીરા જડેલા ર્યોર્જટનાં વસ્ત્રો તથા એક ચળકતી ટીકીવાળું ફ્રોક લાવ્યાં હતાં.
સૌ કહેતાં કે જ્યારે લક્ષ્મીએ માથામાં નાગની ફણા જેવો વાળનો મોટો મસ અંબોડો ગૂંચ્યો અને આ સાડી પહેરી શણગાર સજ્યા ત્યારે સૌ એમને જોવા ભેગાં થયાં હતાં. અને મને જ્યારે કાચ જેવા હીરા જડેલાં વસ્ત્રો પહેરાવી તૈયાર કરી ત્યારે ઢીંગલી જેવી લાગતી વહુને બધા બોલાવી પાસે ઊભી રાખીને જોતા. મને બીજી કંઈ અક્કલ હોશિયારી ન હતી. પણ બાળસુલભ ચેષ્ટા પ્રમાણે આ બાળપણના સગપણનું ગળપણ લાગતું હશે. આજે એ કાંઈ સ્મરણનો કોઈ વિકલ્પ નથી. ત્યારે કે આજે તે બાળસુલભ ચેષ્ટા જ હતી ને ! પ્રસંગો લખવા પૂરતું જ છે.
ત્યાર પછી ૧૩ વર્ષની વયે લગ્નના આગલા વર્ષે મોટાભાઈના મિત્રની પુત્રીના લગ્ન નિમિત્તે વડીલો મુંબઈ લઈ ગયા હતા. ત્યારે તેઓ તો સંસારવ્યવહાર અને વ્યાપારમાં કુશળતા ધરાવતા થયા હતા. મને પણ વય પ્રમાણે કંઈ સમજ પેદા થઈ હતી. ત્યારે વળી તે સમય પ્રમાણે જીવને આનંદ હતો. હરવું, ફરવું, ખાવું, પીવું; બધું પુણ્યના ઉદયવાળું હતું. નાનામોટા દરેક પ્રસંગે વડીલો હોંશથી બોલાવતા. પ્રેમથી રાખતા. બંને બહેનો સમજવા જેવું સમજાવતાં.
જૈન અને વોહોરા સરનેઈમ? નેમચંદભાઈનો ધંધો લોખંડનો હતો. તે સમયે જૈન વાણિયા મોટે ભાગે કાપડ કે કરિયાણાનો ધંધો કરે. લોખંડનો ધંધો વહોરાઓ કરતા, એટલે વહોરાના ધંધાવાળાને કારણે કદાચ લખાણમાં વહોરા થયું હોય.
કુટુંબમાં એક વડીલ કહેતા અસલ પાંચસાત પેઢી પહેલાં અન્ય મારી મંગલયાત્રા
વિભાગ-૨
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org