________________
જ્ઞાનીઓ કહે છે માનવજન્મ મળવા છતાં બાળપણ તો રમતમાંખેલકૂદમાં ગુમાવ્યું, કારણ કે પૂર્વનો કોઈ જ્ઞાનમય દૃઢ સંસ્કાર લઈને જીવ આવ્યો નથી. પૂર્વના સંયમ કે સંસ્કારયુક્ત જીવોને બાળપણથી જ આત્મહિતની સ્ફુરણા થતી હોય છે. અને એવા યોગ પણ મળી જાય છે. જેમકે અઈમુત્તા, શ્રી ગૌતમસ્વામીના યોગે આઠ વર્ષે સ્વયં સ્ફુરણાથી દીક્ષિત થઈ કેવલજ્ઞાન પામ્યા. આ કાળે પણ કેટલાક રૂડા જીવો બાળવયથી જ સંસારત્યાગ કરે છે. આ વાતને આઠે નહીં પણ આજે એંશીએ વિચાર કરું છું અને એ વય પર નજર જાય છે ત્યારે સમજાય છે કે જ્ઞાનીઓએ કહેલું સાચું છે.
બાળપણ તો વહ્યું જતું હતું. કંઈક નિર્દોષતા હોય તો પણ તે જ્ઞાનમૂલક ન હોય, વળી સંભવ છે કે પૂર્વ સંસ્કારે અહંકાર જેવા અન્ય દોષનું સેવન થયું હોય, બાળપણ તો આત્મહિતના સંસ્કાર વગર ગયું. આઠ, બાર કે ચૌદ વર્ષ રમ્યાં, ભણ્યાં, ખાધું, પીધું અને પસાર થયું. ધાર્મિક શિક્ષણનો પુણ્યયોગ થયો ન હતો. વ્યવહારિક શિક્ષણ પૂરું પ્રાથમિક શાળા જેટલું થયું હતું :
શાળાજીવન ભણતરની દૃષ્ટિએ સંતોષજનક હતું. કુશળતાને કા૨ણે શાળામાં ‘મોનિટર' જેવાં કાર્યોથી માન હતું. મિત્રો પણ સંસ્કારી હતાં. કથંચિત તે સમય સાધુસંતોનો પરિચય નાના બાળકોને, સ્ત્રીઓને જવલ્લે જ થતો. આજ જેટલી મોકળાશ નહિ હોય, છતાં પુણ્યયોગવાળાં જીવોને તેવો અવસર મળતો હતો. મારા જીવનમાં એ પુણ્યયોગ ન હતો. પાઠશાળાનું પણ ખાસ શિક્ષણ મળ્યું હતું. વળી આ જીવને પૂર્વનું પણ એ ક્ષેત્રનું સંસ્કારબળ ઓછું હતું. ખેર.
શ્વસુર પક્ષનો પરિચય :
અગાઉ જણાવ્યું તેમ બાની ઉપસ્થિતિમાં બાળપણમાં સગપણ થયું હતું. એ કુટુંબ પણ ખાનદાન હતું. સાધનસંપન્નતામાં પ્રવેશ પામેલું હતું. સસરાજીનું (નેમચંદભાઈ) બાળપણ ગરીબીમાં ગયું હતું. યુવાની ઘણા શ્રમયુક્ત હતી. પરંતુ પુણ્યયોગે હવે ધન-યશનો ઉદય થયો હતો. વળી સસરાજીને પણ બીજી વારનાં પત્ની હતાં. પ્રથમ વારનાં પત્ની બે દીકરીઓ મૂકી ગુજરી ગયાં હતાં. બીજી વારનાં પત્નીથી પ્રથમ દીકરી વિભાગ-૨
૪૦
મારી મંગલયાત્રા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org