________________
રાખી. પોતાનો સ્વતંત્ર ધંધો વિકસાવ્યો. આથી બાપુજી ખૂબ નારાજ થયા. મોટાં બહેનનું વાત્સલ્ય :
કોઈ વાર શું બનતું તેનો ખ્યાલ નથી, ત્યારે બાપુજી મને બોલાવીને ધમકાવતા. કદાચ ભણવા બાબત હશે. હું રડતી રડતી બહેન પાસે પહોંચી જતી. બહેન મને સમજાવી દેતી. વળી મારે માથે હાથ ફેરવી દે એટલે હું શાંત થાઉં. શારદાબા ભોળાં હતાં. તેમના તરફથી કંઈ તકલીફ ન હતી. અમારી સાથે તેમનો વ્યવહાર અપર સંતાનો જેવો ન હતો, તેમ બહેન કહેતી. બહેન પણ બાની જેમ સમતાવાળી હતી. બંને સુમેળથી રહેતાં.
એક વાર બહેન મને કહેતી હતી કે તું રડતાં રડતાં પૂછતી કે “બા ભગવાનને ઘેરથી પાછી ક્યારે આવશે ? વળી કહેતી હતી કે બા પાછી કેવી રીતે આવે ? મામાઓ અને બધા એને કેવી રીતે લઈ ગયા હતા? એટલે એને આવવું ના ગમે ને !” સમય પસાર થતાં બાળમાનસ પર અંકાયેલા આ તરંગો પણ શમી ગયા. બહેન પણ નવાબા સાથે ગોઠવાઈ ગઈ. પણ હા, દાદી જિંદગી સુધી દુઃખી જ રહી. હાસ્ય શું એ એને માટે કલ્પના જ બની.
આજે હવે શાસ્ત્રોની વાતો જાણતા થયા એટલે એવું લાગે કે મોહની કેવી પ્રબળતા ! તે વખતે ધર્મના સંસ્કાર નહિ, સાધુજનોનો સમાગમ નહિ, સ્ત્રીને ઘરનાં કામ અને બાળકોનો વિસ્તાર, આવી દીવાલમાં ક્યાંથી જ્ઞાનીઓની વાત પહોંચે ! દાદી ક્યાંથી બોધ પામે ? એ કાળે ધર્મારાધનાના યોગ તો મળતા હતા અથવા કહો કે એવું પુણ્યબળ નહિ.
અમે ભાઈ-બહેન શાળાએ જતાં થયાં. એ સમયે શાળાજીવન આજની જેમ બહુ ભારરૂપ ન હતું. પોળમાં રહેતાં એટલે બાળસુલભ રમતોનો આનંદ માણવા મળતો. કુશળતાને કારણે રમતોમાં નેતાગીરી રહેતી, યદ્યપિ એ ક્ષેત્રમાં મિત્રપ્રિયતા હતી. બાળપણ સામાન્યપણે નિર્દોષતામાં ગયું. જોકે કોઈ મોટી ગુણસંપન્નતા પણ ન હતી. કોઈ યાદગાર પ્રસંગો પણ બન્યા ન હતા. કોઈ કુચેષ્ટાના દોષ થયા હતા તેવો ખ્યાલ છે. ત્યારે તેનું ભાન ન હતું, કે એ ખોટું છે. મારી મંગલયાત્રા
૩૯
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org