________________
બતાવવું તેને યોગ્ય લાગતું નહિ હોય! મૃત્યુ સુધી તેણે આ ક્રમ જાળવ્યો હતો. એ કાળે સગાના વિયોગનું દુઃખ વધુ રહેતું એવું લાગે છે.
એ કાળે કે આજે પુરુષો પત્નીના વિરહ શોકમાં ગમે તેવા હતાશ થાય પણ સમાજની પ્રણાલી, સવિશેષ પ્રકૃતિ અને સ્ત્રીસુખની જિજ્ઞાસાવૃત્તિ તેને બીજા લગ્ન કરવાની ઇચ્છા પેદા કરતી. વળી મોટાં મામી ગંભીર હતાં. બાપુજી પ્રત્યે સહાનુભૂતિવાળાં હતાં. તેમાં વળી તેમની નાની બહેન કુંવારી હતી. મામીને લાગ્યું, બાળકોની જવાબદારી છે પણ બીજી રીતે સાધનસંપત્તિવાળું ઘર. બાપુજીની ઉંમર બત્રીસ આસપાસ જે તે કાળે બહુ મોટી ન લાગતી. કન્યા સોળ વર્ષની અને બાપુજી પાસે તે કન્યાના હસ્તનો મામીએ પ્રસ્તાવ મૂકયો.
બાપુજી હજી શોકમાંથી, ચંપાની મીઠી સ્મૃતિમાંથી બહાર આવ્યા ન હતા. એટલે સ્ત્રીસુખ, જિજ્ઞાસાની વૃત્તિ તાત્કાલિક ઊઠી ન હતી. જો કે આજે વિચાર કરું છું ત્યારે એટલું તો લાગે કે કોઈ જીવોને વિરહ દુઃખની વેદના વધુ ઘેરી હોય છે, કોઈને ઓછી હોય છે. આજે તો કોઈ વાર એવું લાગે છે કે જીવોને મૃત્યુનો શોક પાળવાની પણ ફુરસદ નથી. સ્ત્રી હો કે પુરુષ હો દરેક દોડમાં છે, દુઃખ થતું હોય તો પણ દુઃખને સ્વીકારવાનું બળ નથી, તેથી બાહ્ય દોડ કરીને દુઃખ ભૂલી જાય છે. જોકે તેથી કંઈ અંતરદાહ રૂઝતો નથી.
યદ્યપિ ત્રણથી પાંચેક દાયકા પહેલાંના સમયમાં દુઃખનું વેદન સવિશેષ સ્ત્રીઓમાં વધુ જણાતું. તેમાં ઘણા સામાજિક, કૌટુમ્બિક સંયોગો, લાચાર દશા, શિક્ષણનો અભાવ આવાં કારણોથી સ્ત્રી વધુ દુ:ખ સહન કરતી. આજે સ્થિતિ બદલાઈ છે, પરંતુ એ સર્વાશે ન કહી શકાય. પુરુષ ક્ષેત્રે સ્વાધીનતા, બીજા લગ્નનો તરત જ અવકાશ. યદ્યપિ જીવ માત્ર સ્વજનના વિયોગથી અભ્યાધિક દુઃખ પામે તે માનવની પ્રકૃતિ છે. વળી કોઈક જ જીવ એ પરિસ્થિતિમાં બોધ પામી જીવનને ત્યાગ, વૈરાગ્ય માર્ગે દોરી દુ:ખના મૂળને છેદી નાંખે. સ્ત્રી મોટે ભાગે સ્વેચ્છાએ કે અનિચ્છાએ વૈધવ્યને સંયમથી નિભાવતી. તે કાળની સ્ત્રીજીવનની ઘણી મર્યાદાઓ હતી. તેમાં આજે ઘણું પરિવર્તન થયું છે.
મોટાં મામીએ વાત બરાબર પકડી હતી. આજના માધ્યમથી વિચારીએ મારી મંગલયાત્રા
વિભાગ-૨
૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org