________________
દુઃખ લાગ્યું હતું. વળી એમ પણ વિકલ્પ ઊઠે છે કે ૮૦ વર્ષના ગાળા પછી આ લખવાનો શો અર્થ ? એવું બનતું કે કોઈ નિકટના સત્સંગીઓ અનુભવની કાંઈ વાતો પૂછતા ત્યારે સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે છતાં એવો સંસાર છૂટતો નથી એ અનુભવ-પ્રસંગો કહેતી. વળી કોઈને લાગતું કે એ બધું લખો તો સારું, અમને તો ઉપયોગી લાગે છે. એટલે લખવાની ફુરણા થતી. છતાં થોડું લખાણ થતું અને વળી વિકલ્પ ઊઠતો ખરેખર લખું ! વળી પેલા મિત્રોની પ્રેરણાથી લખવાનું શરૂ કરતી. ખેર ! બાપુજીનું શું થયું ? :
બાપુજીની સ્થિતિ પણ એ સમયે દયાજનક હતી. તેઓ પણ માથું ફૂટતા હતા. વાસ્તવમાં સૌ સાંત્વન આપતા કે હવે હિંમત રાખ્યા સિવાય કોઈ છૂટકો નથી. હકીકતમાં ચંપાએ પોતાના ગુણથી બાપુજીના હૃદયમાં સ્થાન લીધું હતું. તેથી તેમનો ઘા ઘણો મોટો હતો. સંસારની રચના આ રીતે નિર્મિત થઈ છે. સંયોગ-વિયોગનાં સુખ-દુઃખ એ સંસાર.
પેલી નિર્દોષ બાળકીનો શું દોષ? સૌ કપાળે હાથ મૂકી કહેતા, લલાટે લખ્યા લેખ ભૂંસાતા નથી. જીવે બાંધેલાં કર્મો ભોગવ્યા વગર કોઈ છૂટતું નથી. મોટાં મામા-મામીને સંતાન ન હતું. આથી તેમણે તરત જ એ બાળકીને પોતાના સંતાન તરીકે અપનાવી લીધી. મામા રેલવેમાં નોકરી કરતા હતા. એટલે કાંઈક સાધન-સંપન્ન હતા. આમ બાળકીનું કોઈ ખૂણે પડેલું પુણ્ય ઉદયમાં આવ્યું પણ હા, દૈવને એ મંજૂર ન હતું. મામા-મામીને લાગ્યું ભલે અમારો ખોળો ભરાયો, પણ એ બાળકી છ માસ પછી આ દુનિયા છોડી ચિરવિદાય લઈ જાણે માને મળવા પહોંચી ગઈ.
વ્યક્તિ એક વિદાય થઈ હતી પણ તેના વ્યક્તિત્વથી કેટલી ખોટ ઊભી થઈ ! બહેન પાસેથી સાંભળીને, અન્ય પ્રસંગોના અનુભવથી, અન્ય કથાઓના વાંચનથી લખવામાં બોધરૂપ સરળતા રહી. કારણ કે બાળવયમાં કંઈ આ વિચારણાનો વિકાસ સંભવિત ન હતો.
વળી બાપુજીની સ્થિતિ બાના સમયમાં જ સંપત્તિથી સંપન્ન થતી હતી એટલે ભાડાનું ઘર છોડી પોતે ઘાંચીની અને નાગજીભૂદરની પોળ બન્ને વચ્ચે સંધિયોગવાળું આઠેક ઓરડાનું મોટું ઘર લીધું હતું.
બાની પ્રસૂતિ પતે પછી એ ઘરમાં રહેવા જવા માટે નવાં સાધનો મારી મંગલયાત્રા
૩૫
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org