________________
અમે નાનાં બાળકો, તેમાં પણ જેણે હજી પૂરી આંખ ખોલી નથી, માનો ખોળો માણ્યો નથી, માના ખોળાને ભીંજવ્યો નથી, વાત્સલ્યનો સ્પર્શ પામી નથી, માના સ્તનનું પાન પણ કર્યું નથી, એ જન્મી અને માને બીમારી આવી. દુનિયામાં અંધકાર છે કે પ્રકાશ કાંઈ જુએ તે પહેલાં અંધકાર તેને વીંટળાઈ વળ્યો. દરેકના મુખમાં એ પુત્રી બિચારી' હતી.
આખું વાતાવરણ આવી દુઃખદ ચર્ચાનું સ્થાન બની ગયું. વળી વચમાં બાની બા(દાદી)નું છાતી ફાટ રુદન. દરેકનાં દિલ દ્રવી ઊઠતાં. અને સગાં સ્વજનો સહુ એ રુદનમાં રુદન ભેળવીને આશ્વાસન ઊભું કરતાં હતાં. દાદીનો વલોપાત, છાતી બે હાથે કૂટતાં, માથું પછાડતાં એમ લાગતું હતું, કે આ દાદી દીકરી પાછળ પ્રાણ આપી દેશે ! તેનું જીવતર પૂરું કડવાશથી ભરાઈ ગયું. કોઈ વાર એવું લાગે છે કે આજના કાળ કરતાં તે કાળે સ્વજનના વિયોગે દુઃખ વધુ પ્રગટ થતું? એટલે કદાચ કહેવાય છે કે ગોળમાંથી ગળપણ ગયું, સગામાંથી સગપણ ગયું ! જે હોય તે દાદી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેવું બહેન કહેતી. કરુણતાનો આખરી અંજામ :
હજી કરુણતાનો આખરી અંજામ તો હવે હતો. આમ બે-ત્રણ કલાક નીકળી ગયા. અર્થાત્ નનામીની તૈયારી ચાલતી હતી. ત્યારે શબવાહિની ન હતી. સગામાં જે આવા કામમાં કુશળ હોય તેઓ બધું સંભાળી લેતા. બાની નનામી ઉપાડી પુરુષો ઘરની બહાર આવ્યા અને વર્ણન ન થઈ શકે તેવો રુદનનો ઉલ્કાપાત થયો, જાણે ગગન પણ રુદનના અવાજથી ફાટી જશે કે શું? મૃત્યુનો આવો ઘા હશે? આકાશ તો નિર્લેપ રહ્યું. બહેન લગભગ શૂન્યમનસ્ક હતી. અમે બે એને વીંટળાઈને બેઠાં હતાં. પણ નનામીનું દૃશ્ય જોઈ મૂંઝાઈ ગયાં. મેં બહેનને પૂછ્યું, “બાને બધા આમ કેમ લઈ જાય છે ?”
બહેન બોલ્યાં : બા ભગવાનને ઘેર ગઈ. આવા સમાધાનની પદ્ધતિ આજ સુધી ચાલી આવી છે. ફરક એટલો કે ત્યારે બાળકો આ વાત તરત જ સ્વીકારી લેતાં. વળી માની ખોટ લાગતી ત્યારે સંયુક્ત કુટુંબના કારણે પુણ્યયોગે બાળકોને કોઈનું રક્ષણ મળતું. તેમાં કાંઈ વાત્સલ્ય પણ મળી રહેતું. કયાંક અશુભ યોગે બાળકોને ઘણું સહેવું પણ પડતું. ડાઘુઓ સૌને મારી મંગલયાત્રા
વિભાગ-૨
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org