________________
તસ
ર ા ા ાય
રડતાં મૂકી બાની નનામી લઈ વિદાય થયા. વાસ્તવમાં બા હવે પાછી આવવાની ન હતી. એ સનાતન સત્ય છતાં, સૌની પાસે રુદન સિવાય શું હતું? સ્ત્રીમંડળ રડીને થાક્યું ! છાતીઓ કૂટીને હાથ હેઠા મૂકયા. કેવળ વિવશતા હતી. કોઈ ઉપાય ન હતો. સમય પસાર થતો હતો.
સંસારના માધ્યમથી કહેવાય છે, દુઃખનું ઓસડ દહાડા. જ્ઞાનીઓ કહે છે, દુઃખનું ઓસડ વૈરાગ્ય. પણ ત્યારે કાંઈ આવું જ્ઞાન ન હતું. જોકે આ સર્વ દશ્યનું વર્ણન તે સમયની કોઈ સ્મૃતિથી નથી લખાયું. પણ લગભગ મારી ઘણી મોટી ઉંમર પછી કોઈ વાર બહેન પોતાના દુઃખનું વર્ણન કરતી, ત્યારે અમે બંને બહેનો ઘણાં વર્ષો પહેલાંના કાળમાં પહોંચી જતાં અને મન હળવું કરતાં.
તે દિવસોમાં બહેન કહેતી, અનાથ આશ્રમનાં બાળકો ફંડ માટે બૅન્ડવાજાં લઈને નીકળતાં, ત્યારે ગીત ગાતાં,
આ બાલ્યવયમાં કોઈનાં માતાપિતા મરશો નહિ,
ઓ ઈશ આવો કોપ બાળકની ઉપર કરશો નહિ.” એ દિવસે બહેન ખૂબ રડતી. અમે કંઈ બહુ સમજતાં નહિ પણ સાથે રડતા, એટલે બહેન શાંત થઈ જતી. આજે લખું છું ત્યારે? :
વળી આ લેખન કરું છું ત્યારે તો આવા અન્ય ઘણા દુઃખદ પ્રસંગોમાંથી સ્વયં મારે પસાર થવું પડ્યું છે. તેમાં વળી વીતરાગનો માર્ગ, તેની સમજ, ગુરુજનોની નિશ્રામાં મળેલો બોધ, ધર્મની શ્રદ્ધા, તત્ત્વનો બોધ, સંસારનું સ્વરૂપ, જન્મ-મરણનું રહસ્ય આવાં અનેકવિધ શાસ્ત્રવચનોનો સહારો આત્માને સમાધાન આપે છે, છતાં અપૂર્ણદશાને કારણે દુઃખદ કે સુખદ પરિસ્થિતિ અસર ઉપજાવે છે. જોકે પ્રત્યક્ષ ગુરુજનોનું સાન્નિધ્ય તેવા સમયે અત્યંત ઉપકારક બન્યું છે અને બને છે.
આથી ઉપરનું વર્ણન લખતાં આવાં દશ્યો જોવા મળેલાં તેના અનુસંધાનથી તે કાળનું વાતાવરણ સાદશ્ય થયું ત્યારે જોતી હતી કે નાનપણની નિર્દોષતામાં કાંઈ વધુ દુઃખ અનુભવ્યું નહિ હોય. આજે ઘટનાઓનાં આવાં રહસ્યોની સમજના આધારે સમાધાન રહે છે. પરંતુ વચ્ચેનો ગાળો એવો કહી શકાય કે બહેન પાસે આ સર્વ સાંભળતાં ઘણું વિભાગ-૨
મારી મંગલયાત્રા
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org