________________
તો કદાચ તેમનું મંતવ્ય અજુગતું લાગે. ત્રણ બાળકો, તેમાં પણ ઘરમાં ઓરમાયો પુત્ર અને પુત્રવધૂ જેની વય અને એ કન્યાની વય સમાન હતી. પણ એ કાળનાં મૂલ્યો જુદાં હતાં. બત્રીસ વર્ષનો યુવાન છે, વ્યાપાર-ધંધો ધીકતો ચાલે છે, સંપત્તિવાન છે, મોટું ઘર છે. એ જમાનામાં ઘરઆંગણે ઘોડાગાડી હતી. મોટાં મામીને થયું કે બાળકો એમના ભાગનું ખાશે-પીશે, પણ આ મોકો જવા દેવા જવો નથી. આથી રોજ બાપુજી પાસે આવતાં અને સમજાવતાં. છેવટે મામી સફળ થયા. બાપુજીનાં ત્રીજી વાર લગ્ન થયાં:
આમ કરતાં છ માસ પૂરા થયા. બાપુજી ધંધામાં પૂર્વવત્ જોડાઈ ગયા. શોકનો ભાર હળવો થયો. પ્રકૃતિ પ્રમાણે મામીની વાત પર વિચાર કરવા લાગ્યા. અને અંતે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાયા. ત્રીજી વારનાં પત્નીનું નામ શારદાબા હતું. શારદાબા સ્વભાવે નિખાલસ હતાં. બાપુજી પણ લાગણીભીના હતા. અમે બે બહેનોનું પ્રેમથી ધ્યાન રાખતા મનુભાઈ તો ચંપાબાનો એક જ પુત્ર. એને પ્રેમ અને લાડ બંને મળતા હતા. - દુઃખનું ઓસડ દહાડા. ઘરમાં બહેન, ભાભી અને નવાબા (ભાભુ). ત્રણે વયમાં બેત્રણ વર્ષના અંતરવાળાં એટલે સમાન વયસ્ક હતાં. રસોઈ કરનાર હતો. પૂરા સમયનો કામ કરનાર હતો. ઘોડાગાડી હતી. બાપુજી શોખ પ્રકૃતિના હતા. નવાબાનું લોકદષ્ટિએ અને પોતાની બુદ્ધિથી સુખી જીવન હતું. અર્થાત્ કુટુંબજીવનનો નિર્વાહ સુખપૂર્વક થતો હતો. વળી બાપુજી નવાબા સાથે સુખપૂર્વક જીવવા લાગ્યા. અમને બહેન સંભાળતી એટલે નવાબાને અમારા ઉછેરનો બોજો ન હતો. તે કાળે બાળકોનો સંયુક્ત કુટુંબમાં કંઈ વિશેષ ભાર ન હતો.
બાપુજી ખુશમિજાજી હતા. કુશળ હતા, તેવા જ પ્રખર હતા. તેમના કહેવાથી વિરુદ્ધ ચાલનારાને તે સહી શકતા નહિ. ચંપાબાની શાંત પ્રકૃતિ અને સમજને કારણે બાપુજી પણ ત્યારે શાંતિ રાખતા હતા. એવો ચંપાબાનો તેમના પર પ્રભાવ હતો.
પ્રથમ પત્નીનો પુત્ર રમણલાલ સમજદાર હતો. પિતાની જેમ કુશળ હતો. પોતાની માની સ્થિતિનો ખ્યાલ આવતાં દુઃખ લાગ્યું. તેમાં વળી ધંધાની વાતમાં મતફેર થયો. તેથી તેણે અલગ ઘર લીધું. માતાને સાથે વિભાગ-૨
મારી મંગલયાત્રા
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org