________________
લેખ સંગ્રહ : ૨ :
[ પ ]
લીધી ત્યારે તે બન્ને પરદેશ ગયેલા હતા. પરદેશથી જ્યારે પાછા આવ્યા ત્યારે તેમને લાયક રાજ્યભાગ ભરતચક્રીએ આપવા માંડ્યો, પરંતુ તેમણે આપવા માંડેલા રાજ્યભાગ તેમણે લીધેા નહિ અને તેઓ બન્ને ઋષભદેવ ભગવાન પાસેથી જ તે ભાગ લેવાના નિશ્ચય કરીને, પ્રભુ પાસે આવી ઉચિત સેવા-ભક્તિ કરી રાજ્યભાગ માગવા લાગ્યા. પ્રભુ તે કાઉસગ્ગ ( કાર્યાત્સ ) ધ્યાને માનપણે જ રહેતા હતા, તે પણ અન્ને ભાઈઓના પ્રભુ પ્રત્યે ગાઢ ભક્તિભાવ જોઈને પ્રસન્ન થએલા પ્રભુને વંદન કરવા આવેલા ધરણેન્દ્રે તેમને ૪૮૦૦૦ પાઇસિદ્ધ વિદ્યાએ આપી અને વૈતાઢ્ય પર્વત ઉપર જઇ વિદ્યાધરયેાગ્ય નગરા વસાવીને રહેવાને કહ્યું. આવી રીતે જિનેશ્વર ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરવાવડે અનેક જીવા સુખી થયા છે એમ સમજી આપણે પણ પ્રભુસેવાના રિસક થવું અને આપણાં કુટુંબસબંધીઓને પણ પ્રભુભક્તિના રસિક કરવા.
સારાં ધેાયેલાં વસ્ત્ર (સ્વચ્છ કપડાં) પહેરીને પ્રભુના દર્શન કરવા માટે પ્રભાતે, મારે અને સાંજે એમ ત્રણ વખત નિયમસર જવું. નિસીહિ કહી દેરાસરના દ્વારમાં પ્રવેશીને ઘર સંબંધી વાતચીત કરવી નહીં કે કેાઈ જાતના કલેશ-કંકાસ કાઇ સાથે કરવા નહિ. પ્રભુ સન્મુખ સારા અખંડ ચેાખાવડે સ્વસ્તિક કરીને તેની ઉપર બદામ, સેાપારી, શ્રીફળ વિગેરે સરસ ફળ અને શુદ્ધ સ્વદેશી સાકર પ્રમુખથી બનાવેલા પકવાન્નરૂપ નૈવેધ ધરવું. પછી પ્રાર્થના કરવી કે:—
“ હે દેવાધિદેવ પ્રભુ ! આપ મારા જન્મ, જરા અને મરણનાં દુ:ખ નિવારા. મને નિર્મળ જ્ઞાન, નિર્મળ શ્રદ્ધા અને