________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૩ ] પશ્ચાત્તાપ જ કરવાનો વખત આવે છે, એમ સમજી દાતાએ પાત્રાપાત્રને વિવેક કરો છે. જ્ઞાનદાન, સમ્યક્ત્વદાન અને ચારિત્રદાન સર્વોત્તમ દાન છે; પરંતુ જે તે પરીક્ષાપૂર્વક
પાત્રને જ દેવામાં આવે છે તો અનંત લાભરૂપ ફળને આપે છે, અન્યથા તે તે અસ્થાને અપાયાથી શસ્ત્રરૂપ થવા પામે છે. જેથી જીવને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થાય, તેની દઢ પ્રતીતિ થાય અને પરિણામે આચારવિચારની શુદ્ધિ થવાથી ચારિત્ર નિર્મળ થાય, જેથી જીવ સકળ કર્મબંધનથી, જન્મ, જરા ને મરણના ફેરામાંથી મુક્ત થઈ શાશ્વત સુખનો ભાગી થઈ શકે તે જ જ્ઞાનદાન, શ્રદ્ધાદાન અને ચારિત્રદાનથી શ્રેષ્ઠ દાન બીજું કયું હોઈ શકે ? એવા ઉત્તમ દાનના દાતા શ્રી તીર્થકરે, ગણધરે, આચાર્ય, ઉપાધ્યાયે અને સંત સુસાધુજનો ખરેખર ધન્ય-કૃતપુન્ય છે ! એવા ઉત્તમ પાત્રને નિર્દોષ અન્નપાનાદિકવડે પોષનાર સુશ્રાવક જનને પણ ધન્યવાદ ઘટે છે. કેવળ મેક્ષને માટે જ દાન દેનાર અને મોક્ષને માટે જ લેનાર એ બન્નેની સગતિ જ થાય છે. એ ઉપરાન્ત દીન, દુઃખી, અનાથ જનોને યેગ્ય આશ્રય આપનાર ગૃહસ્થજને પણ ભવાન્તરમાં સુખી થાય છે. અરે ! સીદાતા સ્વજનેને યેગ્ય સહાય આપીને ઉદ્ધારનાર અને ઈષ્ટ દેવ ગુરુ પ્રમુખ પૂજ્ય જનની સ્તુતિ ને ભક્તિ કરનારાને સંતોષનાર પણ સુખી થાય છે અને યશ પામે છે.