________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ] ૧૭. ખરે નિર્ધન તે છે જે છતે પૈસે મમ્મણ શેઠની પેઠે
કૃપતા સેવે છે. ૧૮. ખરો સુખી તે છે જે યથાપ્રાપ્તિમાં (જેટલું મળે તેમાં )
સંતોષ માની લે છે. ૧૯. ખરો દુઃખી તે છે જે લેભ-તૃષ્ણાને વશ પડી ધર્મથી
વિમુખ બને છે. ૨૦. ખરે ગુરુ તે છે જે વસ્તુતત્વનો જાણ સત પ્રાણહિત
માટે સદા તત્પર રહે છે. ૨૧. છતી આંખે અંધ તે છે જે હિંસા, અસત્ય, ચોરી, જારી
પ્રમુખ અકાર્યમાં રક્ત રહે છે. ૨૨. છતે કાને બહેરો તે છે જે હિતવચનોને સાંભળી હૈયે
ધરતા નથી. ૨૩. છતે મુખે મૂંગો તે છે જે ખરી તકે પ્રિય ને હિતવચન
બોલી જાણતો નથી. ૨૪. ખરું અમૃત તે છે જેથી જન્મ–જરા-મરણરૂપી મહા
વ્યાધિને અંત આવે. ૨૫. ખરું વિષ તે છે જેથી જન્મમરણના ફેરામાં અનંતી વાર
ફર્યા કરવું પડે. ૨૬. ખરું પુણ્ય તે છે જેથી ઉત્તરોત્તર અધિક આત્મોન્નતિ - સાધી આત્મા પવિત્ર બને. ર૭. ખરું પાપ તે છે જેથી ઉત્તરોત્તર અધિક અધોગતિ પામી
આત્મા અપવિત્ર બને.